Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેતાગીરીની નિરસતા અને નિષ્ક્રિયતાના કારણે
ખંભાળિયા તા. રઃ ખંભાળિયા શહેરના ચૂંટાયેલા રાજકીય નેતાઓની નિરસતા અને નિષ્ક્રિયતાના કારણે 'એ' ગ્રેડનો દરજ્જો ધરાવતી ખંભાળિયા નગરપાલિકામાં ફૂડ ઈન્સપેક્ટર જેવી મહત્ત્વની જગ્યા ખાલી છે. 'સી' ગ્રેડની ન.પા. હતી ત્યારથી છેલ્લા ર૦-ર૦ વર્ષથી આ જગ્યા ખાલી છે. કોઈ કરતા કોઈ રાજકીય નેતા કે નિવેદનિયા આગેવાનો પણ આ બાબતે સાવ અજાણ હોય તેવી સ્થિતિ છે.
તાજેતરમાં ભેળસેળવાળા દૂધ, ઘી વિગેરે બાબતે એલ.સી.બી. તથા એસ.ઓ.જી. જેવી પોલીસ સંસ્થાઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પણ પાલિકા ૫ાસે તો સ્ટાફ જ નથી કે નથી માણસો. હા, દિવાળી નજીક આવે ત્યારે જામનગરથી ઈન્ચાર્જ અહીં 'આંટો' મારી જાય છે, પણ તે પછી આખા વર્ષમાં કંઈ નહીં. દૂધ તથા ઘી ભેળસેળ, મસાલા ભેળસેળ, ઠંડા પીણા, કેરીના રસમાં ભેળસેળ વિગેરે બનાવો અન્ય શહેરોમાં પકડાય છે, ત્યારે જિલ્લાના વડા મથક ખંભાળિયામાં આવું કંઈજ પકડાતું પણ નથી અને 'આરામ'થી લોકોના આરોગ્ય સાથે ચેડાની સ્થિતિ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial