Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના ભાદરા પાસે ઓવરબ્રિજના છેવાડે બે બાઈક ટકરાયાઃ એકનું મૃત્યુ, એકને ઈજા

બીજા બાઈક સાથે ટક્કર થતાં સર્જાયો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨ઃ જોડિયા નજીક ભાદરા પાટીયા પાસે ઓવરબ્રિજના એક છેડે રવિવારની રાત્રે બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને એક યુવાનને ઈજા થઈ છે. આ બે યુવાનો સહિત ચાર યુવાનો બે બાઈકમાં ધ્રોલથી દર્શન કરીને પરત આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

જોડિયા શહેરના રામરહીમનગરમાં રહેતા શૌકત ફિરોઝભાઈ સુરંગી નામના યુવાન તથા તેના મામાના દીકરા સોહિલ નોડે, ફઈના દીકરા નાઝીમ સીદીક કકલ તથા કાકાના દીકરા ઝુબેર સુરંગી રવિવારે સાંજે બે બાઈકમાં ધ્રોલમાં એક દરગાહે દર્શન કરવા માટે ગયા હતા.

ત્યાંથી ચારેય યુવાન બંને મોટરસાયકલમાં જોડિયા પરત આવતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે ભાદરા પાટીયા પાસે ઓવરબ્રિજના કેશીયા ગામ બાજુના છેવાડે જીજે-૧૦-ઈએફ ૧૨૯૮ નંબરનંુ બાઈક ચલાવતા નાઝીમ સાથે જીજે-૧૦-ઈડી ૮૮૧૬ નંબરના બાઈકના ચાલક અલબાઝ મુબારક ગોધાવીયા એ ટક્કર સર્જી હતી.

૧૨૯૮ નંબરના બાઈકને જોરદાર ટક્કર લાગતા તેના પરથી નાઝીમ તથા પાછળ બેસેલા ઝુબેર ફેંકાઈ ગયા હતા. ઝુબેરને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે નાઝીમને ગર્દન તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. શૌકત સુરંગીએ જોડિયા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh