Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા મહાજન, મહિલા મંડળ અને યુવક મંડળના સંકલન-દાતાઓના સહયોગ-જ્ઞાતિજનોના સૌજન્યથી
રાવલ તા. ૧ઃ રાવલમાં તા. રપ મેે ર૦ર૬ થી ૩૧ મી મે ર૦ર૬ સુધી લોહાણા મહાજન-રાવલ, લોહાણા મહિલા મંડળના ઉપક્રમે, લોહાણા યુવક મંડળ અને સ્વયંસેવિકાઓના સંકલન તથા દાતાઓના સહયોગથી વડીલોના માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ ભાગવત સપ્તાહની ૫ૂર્ણાહુતિ થતા પોથી નોંધાવનાર યજમાનોને ત્યા ભક્તિભાવપૂર્વક પોથી પધરાવાઈ હતી. આ ભાગવત સપ્તાહનું રસમય કથામૃત પૂ. શાસ્ત્રી શ્રી રાકેશભાઈ લહેરૂ (રાજુભાઈ ગોર) દ્વારા પીઅરસાયું હતું, જેમાં શ્રોતાઓ રસતરબોળ થયા હતાં. દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી તથા ભક્તિનૃત્ય, ગીત-સંગીતથી નગર ધર્મમય બન્યું હતું. દરરોજ રાત્રે લોહાણા જ્ઞાતિનું સમૂહભોજન (નાત) નું આયોજન થયું હતું.
રાવલ લોહાણા મહાજન, લોહાણા મહિલા મંડળના ઉપક્રમે, યુવક મંડળના સંકલન, સ્વયંસેવકોની જહેમત, વડીલોના માર્ગદર્શન, ટ્રસ્ટીઓની રાહબરી તથા દાતાઓના આર્થિક સહયોગ તથા ૧૦ પોથી નોંધાવનાર યજમાનો દ્વારા યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં તા. રપ થી ૩૧ મી મે સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાયા હતાં, જેમાં જુદા જુદા દિવસે શ્રીનાથજીની ઝાંખી, નૃસિંહ પ્રાગટ્ય, શ્રી રામ જન્મોત્સવ, વામન પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર તથા દશાવતાર સહિતની વિવિધ કથાઓના સંદર્ભે તદ્વિષયક વેષભૂષા સાથે પ્રસંગો ઉજવ્યા હતાં તથા નૃત્ય, રાસ-ગરબા, ગીત-સંગીત તથા નાટિકા દ્વારા ઉલ્લાસમય અને ભક્તિમય માહોલમાં ભાવિકોએ ભવ્ય ઉજવણીઓ કરી હતી. આ સપ્તાહમાં પૂ. શાસ્ત્રી શ્રી રાકેશ લહેરૂ (રાજુભાઈ ગોર) દ્વારા અસ્ખલિત મધૂર વાણીમાં વિવિધ પ્રસંગો વર્ણવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. ૫ૂર્ણાહુતિના દિવસે વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો, અને તે પછી તમામ પોથી નોંધાવનાર પરિવારોને ઘર પોથી પધરાવાઈ હતી અને વાજતે-ગાજતે પોથી યાત્રા સંપન્ન થઈ હતી. આ સમગ્ર સપ્તાહ દરમિયાન આખુ રાવલ નગર ધર્મમય બન્યું હતું અને દૂર-સુદુરથી રાવલના વતની પરિવારો તથા આમંત્રિતો પધાર્યા હતાં.
આ સપ્તાહના પૂ.પ.ગો. શ્રી વસંતરાય મહોદય ખાસ પધાર્યા હતાં અને ચરણામૃત આપ્યું હતું તથા પૂ. શાસ્ત્રી શ્રી રાજુભાઈ ગોર, લોહાણા મહાજન તથા ભાવિકોને બિરદાવીને વૈષ્ણવોને આશીર્વચનો પાઠવી પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.
આ ભાગવત સપ્તાહ માટે લોહાણા મહાજનના તમામ પરિવારો, અગ્રણીઓ, સ્વયંસેવકો, મહિલા મંડળની બહેનો તથા યુવકમંડળની યુવા બ્રિગેડ તથા પોથી નોંધાવનાર પરિવારોએ જહેમત ઊઠાવી હતી. રાજુભાઈ ગોર સાથેના કલાવૃન્દે પણ સુંદર ગીત-સંગીત સાથે કથાને રોચક બનાવી હતી, તો સહાયક ગોર મહારાજોએ અવિરત સહયોગ આપ્યો હતો.
આ સામૂહિક ભાગવત સપ્તાહમાં દસ જેટલા પરિવારોએ પોથી પધરાવી, તેઓના પિતુઓની તસ્વીરો સાથે દૈનિક પૂજન કર્યું હતું, તો શ્રોતાગણ-કુટુંબીજનોએ પણ ઝવેરાને પાણી પીવડાવી પિતૃતર્પણમાં સહયોગ આપ્યો હતો. આ પોથી પધરાવનાર પરિવારોમાં ગો.વા.ગોકલદાસ મદનજી મોદી, ગો.વા. વિજ્યાબેન વિઠ્ઠલદાસ પાબારી, ગો.વા. પ્રભુદાસ મૃળજીભાઈ કોટેચા, ગો.વા. મણિબેન જેઠલાલ કોટેચા, ગો.વા. અમૃતભાઈ પ્રેમજીભાઈ લાખાણી, ગો.વ. પ્રેમજીભાઈ દેવજીભાઈ મશરૂ, ગો.વા. રમેશભાઈ મગનલાલ મશરૂ, ગો.વા. મણિલાલ કરસનદાસ મશરૂ, ગો.વા. લક્ષ્મીદાસ નાગજીભાઈ રાયચુરા અને ગો.વા. તુલસીદાસ મેઘજીભાઈ દાવડાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યક્રમ માટે લોહાણા મહાજનના વરિષ્ઠો, વડીલોના માર્ગદર્શન હેઠળ રાવલ લોહાણા મહાજનના પ્રમુખ ભગવાનજીભાઈ પાબારી, ઉપપ્રમુખ ગોરધનભાઈ મોદી, મંત્રી રશ્મિનભાઈ દ્વારકાદાસ મશરૂ, સહમંત્રી હાર્દિક કોટેચા, મુખ્ય ટ્રસ્ટીઓ રાજેશભાઈ કોટેચા, કેતનભાઈ રતિલાલ મશરૂ, નિરવ જેઠાલાલ કોટેચા, કેતન દયાળજીભાઈ મશરૂ, જયેશ ગુલાબરાય કોટેચા અનેે રાહુલ મનસુખભાઈ હાથી સહિતના પદાધિકારીઓ તથા લોહાણા સમાજના અબાલવૃદ્ધ તમામ સ્વયંસેવક ભાઈ-બહેનોએ દિવસ-રાત જહેમત ઊઠાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી લાલકૃષ્ણ હવેલીના મુખ્યાજી તથા વૈષ્ણવો અને લોહાણા મહાજન વાડીના સ્ટાફે સતત સહયોગ આપ્યો હતો.
આ સમગ્ર સપ્તાહ ખૂબ જ ઉત્સાહ, સ્વયંશિસ્ત તથા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી, જેમાં સામાજિક એકજુથતાના પણ દર્શન થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial