Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશીના પૂજનિય સંતો-મહંતોને મળીને
જામનગર તા. રઃ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ ગઈકાલે શહેરના વિવિધ ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ છોટી કાશીના સંતો-મહંતો અને ગાદીપતિઓના આશીર્વાદ મેળવ્યા હતાં.
શહેર ભાજપ અધ્યક્ષા બીનાબન કોઠારી, મહામંત્રી ભાવેશભાઈ ઠુંમર તથા કાર્યક્રમના ઈન્ચાર્જ ચંદ્રવદનભાઈ ત્રિવેદી તેમજ આદિત્ય ત્રિવેદીના સંકલનમાં મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓએ સૌ પ્રથમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી મહંત ધર્મનિધિદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતાં. તે પછી કબીર આશ્રમમાં બ્રહ્મલીન મહંત શ્રી રામસ્વરૂપદાસજી તથા પ-નવતનપુરી ધામ મંદિરમાં મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજના આશીર્વાદ લીધા હતાં.
ત્યારપછી મોટી હવેલીમાં પ.પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં, તેમજ બેડીગેઈટ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી મહંત શ્રી ચતુર્ભૂજદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતાં. આ ઉપરાંત આણદાબાવા સેવા સંસ્થાના ગાદીપતિ પૂ. દેવપ્રસાદજી મહારાજના પણ આશીર્વાદ મેળવી શહેરના સર્વાંગી વિકાસ અને સુખકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનગર પાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જુથના નેતા અમરભાઈ મોદી તથા દંડક પ્રવિણાબેન રૂપડિયા ઉપસ્થિત રહ્યા હતાં. સંતો-મહંતોએ નવનિયુક્ત પદાધિકારીઓને જનસેવાના કાર્યોમાં સફળતા મળે તેમજ જામનગર શહેર વિકાસ અને પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial