Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨૮.૫૦ લાખનો દંડ ફટકારાયોઃ
જામનગર તા. ૧ઃ કાલાવડના ઝાલરસર ગામની સીમમાં સરકારી ખરાબામાં ધમધમતી પથ્થરની ખાણ પર કેટલાક સમય પહેલાં વીજ કંપનીની ટીમે ચકાસણી કર્યા પછી ખાણધારકને વીજચોરી અંગે બીલ અપાયું હતું અને ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા બે વર્ષની કેદ અને રૂ।.૨૮ લાખ ૫૦ હજારનો દંડ ફટકારાયો છે.
કાલાવડ તાલુકાના ઝાલરસર ગામની સીમમાં આવેલા સરકારી ખરાબામાં સીધુ વીજ જોડાણ મેળવી પથ્થરની ખાણ ચલાવાતી હોવાની બાતમી પરથી કાલાવડ વેસ્ટ સબ ડિવિઝન હેઠળના વિસ્તારની પીજીવીસીએલ ટીમ દ્વારા જે તે વખતે ચકાસણી કરાઈ હતી.
ત્યાં આવેલી દિગ્વિજયસિંહ લધુભા જાડેજાની ખાણમાં ચેકીંગ કરાતા આ આસામી વીજ ગ્રાહક ન હોવા છતાં વીજ વપરાશ કરતા મળી આવ્યા હતા. તેઓને પુરવણી બીલ આપી વીજચોરીનો ગુન્હો નોંધાયો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ વીજ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી દિગ્વિજયસિંહ જાડેજાને બે વર્ષની કેદ અને રૂ।.ર૮ લાખ પ૦ હજારનો દંડ ફટકાર્યાે છે. જેમાંથી પીજીવીસીએલને વળતર પેટે રૂ।.૫૦ હજાર ૩૦ દિવસમાં જમા કરાવવાનો હુકમ થયો છે. વીજ કંપની તરફથી વકીલ રાજેશ વશીયર અને સરકાર તરફથી ડી.આર. ત્રિવેદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial