Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધવિરામ છતાં લેબનોન પર હુમલા ચાલુ રહેતા
વોશિંગ્ટન તા. રઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે તાજેતરમાં થયેલી એક ફોન વાતચીતમાં ભારે ગરમાગરમી થઈ. ડોનાલ્ડ ટ્રમ્પ લેબનોનમાં ઈઝરાયલી સૈન્ય કાર્યવાહીને લઈને ભારે નિરાશ હતાં અને તેમણે નેતન્યાહુને કડક ઠપકો આપ્યો હતો, અને કહ્યું હતું કે 'તું પાગલ છો'
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુથી ઘણાં નિરાશ છે. ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું છે કે, તું તો સાવ પાગલ છો. જો હું ન હોત, તો તું અત્યાર સુધી જેલમાં હોત. હું તારો જીવ બચાવી રહ્યો છું.
એક અમેરિકા ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર ટ્રમ્પને ચિંતા હતી કે લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલા મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો અને ઈરાન સાથે ચાલી રહેલી વાતચીતને નુક્સાન પહોંચાડી શકે છે. આ જ કારણે તેમણે નેતન્યાહુ સાથે ફોન પર સીધી વાત કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ટ્રમ્પે નેતન્યાહુને 'પાગલ' સુધી કહી દીધું અને દાવો કર્યો કે તેમણે તેમને રાજકીય અને કાનૂની પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમની સામે ચાલી રહેલો ભ્રષ્ટાચારનો કેસ પણ સામેલ છે. ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું કે, 'તું તો બિલકુલ પાગલ છે. જો હું ન હોત, તો તું અત્યાર સુધી જેલમાં હોત. હું તારો જીવ બચાવી રહ્યો છું. હવે દરેક વ્યક્તિ તારાથી નફરત કરે છે. આ જ કારણે દરેેક વ્યક્તિ ઈઝરાયલથી પણ નફરત કરે છે.'
સૂત્રે જણાવ્યું કે ટ્રમ્પ સ્પષ્ટ રીતે ગુસ્સામાં હતાં અને એક સમયે તો તેેમણે નેતન્યાહુ પર બૂમો પાડતા પૂછ્યું, 'તું આખરે શું કરી રહ્યો છે?'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial