Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાછળથી આવેલો ટ્રક ઠાઠામાં ઘૂસ્યોઃ
જામનગર તા. ૨ઃ ધ્રોલથી જોડિયા વચ્ચેના રોડ પર પતારીયાના પુલ નજીક રવિવારે વહેલી સવારે રોડની સાઈડમાં બંધ પડેલા ટ્રકના ઠાઠામાં બીજો ટ્રક ટકરાઈ પડ્યો હતો. એક ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.
પોરબંદરમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના ટ્રક ડ્રાઈવર ગોપાલ શિવલાલ ધાકડ શનિવારે રાત્રે જીજે-રપ-યુ ૭૫૦૧ નંબરનો ટ્રક લઈને જોડિયાથી ધ્રોલ આવતા હતા ત્યારે માર્ગમાં પતારીયાના પુલ પાસે ટાયર ફાટી જતાં આ ડ્રાઈવર ઈન્ડીકેટર ચાલુ કરી ટ્રકને સાઈડમાં મૂકી તેમાં સુઈ ગયા હતા.
તે દરમિયાન રવિવારે સવારે પાંચેક વાગ્યે જીજે-૧૮-બીવી ૨૪૪૮ નંબરનો ટ્રક ઠાઠામાં ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં ગોપાલભાઈને ઈજા થઈ છે. તેઓએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial