Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯ મી જૂને નરેન્દ્રભાઈ મોદીના નામે
નવી દિલ્હી તા. રઃ કેન્દ્રમાં મોદી સરકારના સફળ શાસનના ૧ર વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આગામી પાંચ જૂનથી લઈને ર૧ જૂન સુધી વિશેષ જનસંપર્ક અને વિકાસ કાર્યોના પ્રદર્શન માટેના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, પરંતુ આ કાર્યક્રમોની વચ્ચે એક એવી તારીખ આવી રહી છે, જે ભારતીય લોકશાહી અને રાજકારણના ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડી દેશે, આ તારીખ છે ૯ જૂન ર૦ર૬.
વાસ્તવમાં ૯ જુન ર૦ર૬ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એક એવો અજોડ રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યા છે, જે અત્યાર સુધી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના નામે નોંધાયેલો હતો. ઐતિહાસિક તથ્યો મુજબ જવાહરલાલ નહેરૂ લોકતાંત્રિક ચૂંટણી દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે તેમનો સળંગ કાર્યકાળ ૧ર વર્ષ અને ૧૪ દિવસનો રહ્યો હતો. હવે ૯ જૂન ર૦ર૬ ના જવાહરલાલ નહેરૂના આ સૌથી લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા પીએમ પદ પર રહેવાનો રેકોર્ડ તૂટી જશે અને પીએમ મોદી આ યાદીમાં ટોચ પર આવી જશે.
વડાપ્રધાન મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત ર૬ મે ર૦૧૪ ના સત્તાવાર શપથ લીધા હતાં. આ પછી દેશની જનતાએ તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો અને તેઓ ૩૦ મે ર૦૧૯ ના બીજી વખત પીએમ બન્યા. ત્યારપછી વર્ષ ર૦ર૪ ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને જૂન ર૦ર૪ ના તેમણે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતાં.
આ જ ક્રમમાં આગળ વધતા આગામી ૯ જૂન ર૦ર૬ ના પીએમ મોદી સતત નિર્વાચિત વડાપ્રધાન તરીકે પોતાના શાસનના બરાબર ૧ર વર્ષ અને ૧પ દિવસ પૂર્ણ કરી લેશે. આ સાથે જ તેઓ લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન પદ સંભાળવાનો નવો કીર્તિમાન સ્થાપિત કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial