Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૨૬ નંગ ગ્લુટેપ કબજે કરાઈઃ
જામનગર તા. ૨ઃ ખંભાળિયામાં આવેલા એક મેડિકલ સ્ટોર તથા પ્રોવિજન સ્ટોરમાંથી એસઓજીએ રૂ।.૨૫૨૦૦ની કિંમતની ૪૨૬ નંગ ગ્લુટેપ (ઉંદર પકડવાની પ્રતિબંધિત જાળ) પકડી પાડી બે વેપારી સામે ગુન્હો નોંધ્યો છે.
જામખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલા એક મેડિકલ સ્ટોર્સમાં દવાઓના વેચાણની સાથે ઉંદર પકડવાની જાળ (ગ્લુટેપ)નું વેચાણ થતું હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એસઓજીએ દરોડો પાડ્યો હતો. આ મેડિકલમાંથી ગ્લુટેપ મળી આવતા તેના સંચાલક ધરમશી પ્રેમજીભાઈ કછટીયા સામે કાર્યવાહી કરાઈ છે.
ખંભાળિયાના બેઠક રોડ પર આવેલી પ્રોવિઝન સ્ટોર્સમાં પણ ચકાસણી કરાતા ત્યાંથી ગ્લુટેપ મળી આવી હતી. એસઓજીએ અમિત કિશોરભાઈ લાલ નામના દુકાનદાર સામે કાર્યવાહી કરી છે. બંને સ્થળેથી કુલ ૪૨૬ ગ્લુટેપ કબજે કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial