Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ જામનગરના દસ આસામીને જુદા જુદા ૧૩ સજા વોરંટમાં પકડવાના બાકી હતા તે તમામને સિટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી જેલહવાલે કર્યા છે.
જામનગરના નવાગામ ઘેડમાં વસવાટ કરતા મનોજગીરી સુરેશગીરી ગોસાઈને વર્ષ ૨૦૧૭ના કોર્ટમાં કરાયેલા એક કેસમાં સજા પડી હતી. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને દબોચી લેવાયો છે. જ્યારે વિજય ડાયાભાઈ ગુજરાતીને વર્ષ ૨૦૨૪માં બે કેસમાં થયેલી સજા અન્વયે દબોચી લેવામાં આવ્યો છે.
વિરલબાગ પાસે રહેતા કેશુરભાઈ દેવાયતભાઈ વારોતરીયાને વર્ષ ૨૦૧૮ના એક કેસમાં રાજકોટની કોર્ટે સજા ફટકારી હતી. જ્યારે માટેલ ચોકવાળા ઋષિત કાનજીભાઈ ગઢવીને વર્ષ ૨૦૨૪ના કેસમાં સજા થઈ હતી. પ્રફુલચંદ્ર અમૃતલાલ મદાણીને વર્ષ ૨૦૨૩ના ત્રણ કેસમાં, મહંમદફરીદ ફારૂક કુરેશીને વર્ષ ૨૦૨૫ના કેસમાં, સ્વામીનારાયણનગરવાળા નલીન બાબુભાઈ ચૌહાણને વર્ષ ૨૦૨૦ના કેસમાં, સાગર ત્રિલોકભાઈ રાણાને વર્ષ ૨૦૨૪ના કેસમાં, રાજપાર્કવાળા વિવેક નવીનભાઈ સોલંકીને વર્ષ ૨૦૨૫ના કેસમાં તથા ગુલાબનગરવાળા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાને વર્ષ ૨૦૨૪ના કેસમાં સજા થઈ હતી. ઉપરોક્ત તમામ દસ આરોપીને સિટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી જેલહવાલે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial