Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એરફોર્સમાં સાર્જન્ટનો અકળ કારણથી ગળાફાંસોઃ કાયમી કંકાસથી યુવકના ઝેરના પારખાઃ
જામનગર તા. ૨ઃ જામનગરના નવીવાસ વિસ્તારથી આગળ વસવાટ કરતા એક યુવાને ત્રણ સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. દારૂ પીવાની તેમની આદતના કારણે પત્ની અલગ રહેવા ચાલ્યા જતા કંટાળી જઈ આ યુવાને ઉપરોક્ત પગલું ભર્યું હતું. એરફોર્સમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા એક જવાને અકળ કારણથી પોતાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે અને ભાટીયામાં ભાઈ-ભાભી સાથે થતાં રહેતા કંકાસના કારણે અને પત્નીના કાયમી કજીયાના કારણે વાજ આવી ગયેલા એક યુવાને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને સારવાર માટે જામનગર ખસેડાયા છે. પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના બેડીનાકાથી આગળ આવેલા ખાદીભંડાર સામે નવીવાસમાં મચ્છુ માતાજીના મંદિર સામે વસવાટ કરતા શાંતિલાલ કાળુભાઈ ટાંક (ઉ.વ.૪૮) નામના પ્રજાપતિ યુવાને ગઈ તા.૯ની બપોરે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ બાબતની જાણ થતાં શાંતિલાલને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આ યુવાનનું ગઈ તા.૧૮ના દિને મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્ની મંજુલાબેન શાંતિલાલ ટાંકે પોલીસને જાણ કરી છે. સિટી એ ડિવિઝનના જમાદાર વાય.એમ. સોઢાએ તેઓનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ શાંતિલાલ શરાબનો નશો કરવાની આદત ધરાવતા હતા. તેમની આ ટેવ બાબતે થતાં રહેતા વિખવાદ વચ્ચે મંજુલાબેન કંટાળીને અલગ રહેવા ચાલ્યા ગયા હતા. તેથી કંટાળી જઈ શાંતિલાલે ગઈ તા.૯ના દિને દવા પી લીધી હતી. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના એરફોર્સ-૧માં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા મૂળ હરિયાણા રાજ્યના બાબલા જિલ્લાના બેવાની ગામના વતની રોહિતભાઈ નરેશભાઈ ધનખડ (ઉ.વ.૩૬) નામના જવાને રવિવારની રાત્રિના એક વાગ્યા પછીથી પોતાના કવાર્ટરમાં એક ઓરડામાં આવેલા પંખામાં દોરી બાંધી અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ સોમવારે સવારે તેમના પત્ની પ્રીતિબેનને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. સિટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં વસવાટ કરતા દિલીપભાઈ પરબતભાઈ ઓડીચ (ઉ.વ.ર૪) નામના યુવાને રવિવારે રાત્રે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે સ્થાનિક દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા દિલીપભાઈનું ગઈકાલે પોલીસે નિવેદન નોંધ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ દિલીપભાઈ તથા તેમના પત્ની આરતીબેનને ભાઈ-ભાભી સાથે અવારનવાર નાની વાતમાં તથા ઘરકામ બાબતે બોલાચાલી થતી રહેતી હતી તેનું માઠું લાગી આવતા અને પત્નીના કાયમી કંકાસથી કંટાળી જઈ દિલીપભાઈએ જિંદગીનો અંત આણવા આ પ્રયાસ કર્યાે હતો. પોલીસે જાણવાજોગની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial