Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસોઈ કળાની સ્પર્ધામાં મહિલાઓએ ઉજવ્યો સ્વાદોત્સવ
તાજેતરમાં જામનગરમાં ધ શેફ કુકીંગ એકેડેમી પ્રાયોજીત 'અન્નપૂર્ણા આઇડોલ સિઝન ૨.૦-૨૦૨૬' નામથી વાનગી સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં બહોળી સંખ્યામાં મહિલાઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના અશોકભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો જોડાયા હતા તથા જામનગર ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયનાબેન પટેલના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું . આ તકે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, 'નોબત' પરિવારના ચેતનભાઇ માધવાણી સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.
આ તકે રસોઇના વિડીયો વડે દેશભરમાં ખ્યાતિ પામેલા યુટ્યૂબર નિકુંજભાઇ વસોયાનું યંગ અચીવર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
ફરાળી વાનગી સ્પર્ધામાં નિરાલી મંગે પ્રથમ વિજેતા થયા હતા તથા બ્રેડ વાનગી સ્પર્ધામાં તૃપ્તિ ગંઢા પ્રથમ વિજેતા થયા હતાં. વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આયોજક ટીમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ સોનલબેન નાણાવટી, પ્રોજેક્ટ ડાયરેક્ટર તન્વીબેન છાયા, વોર્ડ નં ૪ ના કોર્પોરેટર નિશાબેન અસ્વાર, 'નોબત' પરિવારના શિલ્પાબેન માધવાણી, હેતલબેન બુચ, અલ્કાબેન વિઠ્ઠલાણી વિગેરે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial