Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય મિટિંગમાં મોડી રાત્રે લીધો નિર્ણય
ગાંધીનગર તા. ૨ઃ રાજ્યમાં સાયબર ગુનેગારોને મ્હાન કરવા આજથી સરકારે ઓપરેશન મ્યુલ હંટ ૨.૦ આદર્યુ છે.
ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના વધતા જતા ગ્રાફ વચ્ચે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજીને કડક નિર્ણયો લીધા છે. જે અંતર્ગત આજે બીજી જૂનથી રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હંટ ૨.૦' લોન્ચ કરીને સાયબર ગુનેગારો સામે એક વ્યાપક અને આક્રમક મોરચો ખોલવામાં આવ્યો છે.
ગૃહમંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈપ્રોફાઈલ બેઠકને પગલે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે સળવળાટ જોવા મળ્યો હતો. રાજ્યના પોલીસ વડા સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ સચિવાલયમાં દોડી આવ્યા હતા.
આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ કમિશનરો (સીપી), રેન્જ આઈજી (આઈજી) અને ડીઆઈજી (ડીઆઈજી) અને જિલ્લા પોલીસ વડાઓ (એસપી) સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના વિસ્તારની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઈમના કેસોનો ચિતાર ગૃહમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
આ સમગ્ર ઓપરેશનનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને સાયબર માફિયાઓના આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનો છે. સામાન્ય રીતે સાયબર ગુનેગારો સામાન્ય, ગરીબ કે લાલચુ લોકોના બેન્ક એકાઉન્ટ્સ (જેને ટેકનિકલ ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવાય છે) ભાડે રાખતા હોય છે અને લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા કરોડો રૂપિયા આ જ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા હોય છે.
સાયબર ઠગાઈના પૈસા જે બેન્ક એકાઉન્ટ્સમાં જમા થાય છે, એવા તમામ શંકાસ્પદ અને ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ધોરણે ટ્રેક કરવામાં આવે. ભાડે આપેલા આ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી ગુના આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ અને તેમની આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવે.સાયબર ઠગાઈના આ કાળા કારોબારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial