Advertisement
Author: નોબત સમાચાર

રેવન્યુ અધિકારીઓ અને મીનરલ ફાઉન્ડેશનની બેઠકો જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખંભાળીયામાં દ્વારકા જિલ્લાના તમામ રેવન્યુ અધિકારીઓની બેઠક જિલ્લા કલેકટર કચેરીમાં યોજાઈ હતી.

જિલ્લા કલેકટર દ્વારા સી.એમ. ડેસ્કબોર્ડના પ્રશ્નો, કે.પી.આઈ. રેવન્યુને લગતા તમામ મુદ્દાઓ અને તેને લગતા પ્રશ્નો, ડી.આઈ.એલ. આર. સિટી સર્વે તથા પુરવઠાને લગતા પ્રશ્નો અંગે તથા સર્વેની કામગીરી જરૂરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી.

ખંભાળીયામાં જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા મીનરલ ફાઉન્ડેશનની ગવર્નીંગ કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાંં જિલ્લા કલેકટર રાજેશ તન્ના, ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા અમલીકરણ સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અગાઉ મંજુર થયેલા વિવિધ વિકાસકામોના રિવ્યુ લેવાયા હતા તથા સમય મર્યાદામાં કાર્યો પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh