Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ પાંચમા આરોપીની શોધ શરૂ કરીઃ
ખંભાળિયા તા. ૨ઃ દ્વારકા નજીક ખોડિયાર ચેકપોસ્ટ પરથી ગઈરાત્રે પસાર થતી એક મોટરમાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂના ૨૬૦ ચપલા કબજે કર્યા છે. આ મુદ્દામાલ સાથે ચાર શખ્સની અટકાયત કરાઈ છે અને પાંચમાની શોધ કરવામાં આવી રહી છે.
દ્વારકા નજીકની ખોડિયાર ચેકપોસ્ટ પર ગઈરાત્રે દ્વારકા એલસીબીના સ્ટાફ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષીની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન જીજે-૩૭-ટી ૬૯૩૬ નંબરની સ્વીફ્ટ મોટર પસાર થઈ હતી. તે મોટરને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૬૦ ચપલા સાથે મીઠાપુરના સુરજકરાડીનો ધવલ અશોક અરીલા, લવરારી ગામનો ગોપાલ ધનાભા ભગાડ, દ્વારકાનો કાનાભા રવાભા કેર, શિવુભા બળુભા પરમાર નામના ચાર શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોની અટકાયત કરી એલસીબીએ કુલ રૂ।.૩ લાખ ૪૬ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે. ચારેય આરોપીની પૂછપરછ કરાતા તેઓએ ખીમભાઈ ગઢવી નામના શખ્સનું નામ આપ્યું છે. આ આરોપીની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial