Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના ત્રણ કેસમાં કારખાનેદારને બે-બે વર્ષની કેદ-દંડનો કોર્ટનો આદેશ

બેડીના આસામીને ચેક પરતના કેસમાં સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨ઃ જામનગરના જીઆઈડીસી ફેસ-૩માં વેપાર કરતા એક આસામીને ચેક પરતના ત્રણ કેસમાં અદાલતે બે-બે વર્ષની સજા ફટકારી છે. જ્યારે બેડીના એક શખ્સને ચેક પરતના કેસમાં છ મહિનાની સજા કરવામાં આવી છે.

જામનગરના જયંતિલાલ પરસોત્તમ વાદી નામના આસામી પાસેથી જીઆઈડીસી ફેસ-૩માં ઋષભ મેટલ નામની પેઢી ચલાવતા કૃષ્ણકાંત આણંદલાલ અજુડીયાએ રૂ।.૧૮ લાખ ૧૫ હજાર હાથઉછીના મેળવી છ ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાં ભરવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યા હતા.

ચેક રિટર્ન અંગે જયંતિલાલ વાદીએ ત્રણ ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. તે ત્રણેય કેસ ચાલી જતાં અદાલતે બે-બે વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ આરોપી કૃષ્ણકાંત અજુડીયાને ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, આર.કે. સોઢા, અનિતા રામવાણી રોકાયા હતા.

જામનગર નજીક ઢીચડામાં રહેતા મોહસીન અસગર રાઠોડ નામના આસામીએ બેડીમાં વાઘેર જમાતખાના પાસે વસવાટ કરતા જાવિદ મામદ સાયચા સામે ચેક પરતની ફરિયાદ અદાલતમાં કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને છ મહિનાની કેદ ફટકારી છે અને રૂ।.૧૫ હજાર વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh