Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલ કે શ્વાન સેલ્ટરહોમ?

બીમાર દર્દીઓને તંદુરસ્ત કૂતરાઓની કાયમી કનડગતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલમાં રઝળતા શ્વાનો નજરે ચઢે છે, ત્યારે સિક્યોરિટી પાછળ થતા લાખો રૂપિયાના ખર્ચાઓ અંગે અનેક શંકાઓ ઉપજી રહી છે. હોસ્પિટલ પરિસરમાં આંટાફેરા કરતા શ્વાન અમુક સમયે દર્દીઓને બટકા ભરી લેતા હોય છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દરરોજ હજ્જારો દર્દીઓ સારવાર માટે આવતા રહે છે. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા માટે લાખો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે, છતાં હોસ્પિટલ પરિસરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. એક્સ-રે, સોનોગ્રાફી, કેશબારી, દવાબારી વિગેરે સહિતના વિસ્તારોમાં શ્વાનના આંટાફેરા જોવા મળે છે. અરે ક્યારેક તો વોર્ડમાં દાખલ દર્દી સુધી આ શ્વાન પહોંચી જાય છે.

અગાઉ પણ અનેક વખત આ બાબતેે ફરિયાદો ઊઠવા પામી હતી ત્યારે એવો જવાબ અપાયો હતો કે સિક્યોરિટીને કડક સૂચના અપાશે, પરંતુ કોઈ ફાયદો થતો હોય તેમ જોવા મળતું નથી, કારણ કે સિક્યોરિટી જવાન ફક્ત 'બેઠા' જ જોવા મળે છે. તેવો શ્વાનને દૂર કરવા માટે ઊભા થવાની તસ્દી લેતા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh