Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી
જામનગર તા. ૨ઃ જામનગરની પટેલ કોલોની શેરી નં. ૪ સ્થિત શ્રી સ્થાનકવાસી જૈન હાલારી પૌષધશાળામાં બિરાજતા બા.બ્ર.પ.પૂ. કેશવજી મુની મહારાજ સાહેબ અને સ્થાનકવાસી જૈન મોટા સંઘ ચાંદીબજાર શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રયમાં બિરાજતા ગોંડલ સંપ્રદાયના ઝવેર પરિવાર પ.પૂ. દયાબાઈ મહાસતીજીના સુશિષ્યા તથા જૈન પ્રવાસી ઉપાશ્રયમાં બિરાજતા સંત સતીજી તથા અજરામલ સંપ્રદાયના પ.પૂ. આચાર્ય શ્રી ભાવમુની મા.ના. સુશિષ્યા પૂ. વિશ્વાસીની બાઈ સ્વામી આદીઠાણા ૪ની પાવન નિશ્રામાં તા. ૮-૬ થી તા. ૨૨-૬ સુધી ૧૫ દિવસીય તપનું આયોજન કરવામાં આવ્યું છે.
પ.પૂ. હર્ષાબાઈ મહાસતીજીની સાતમી માસિક પુણ્યતિથિ અને મંજુલાબાઈ મા.ની બીજી માસિક પુણ્યતિથિ તથા સંઘમાતા પરિવારના જ્યેષ્ઠ પુત્ર મુકેશભાઈની તેમજ પુત્રવધૂ હિનાબેન યોગેશભાઈ શાહ તથા જયશ્રીબેન મયુરભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી આ ૧૫ દિવસીય તપનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૮ના ઉપવાસ, તા. ૯ના બ્યાસણુ, તા. ૧૦ના ઉપવાસ, તા. ૧૧ના બ્યાસણુ, તા. ૧૨ના ઉપવાસ, તા. ૧૩ના બ્યાસણુ, તા. ૧૪ના ઉપવાસ તા. ૧૫ના બ્યાસણુ, તા. ૧૬ના ઉપવાસ, તા. ૧૭ના બ્યાસણુ, તા. ૧૮ના ઉપવાસ, તા. ૧૯ના બ્યાસણુ, તા. ૨૦ના ઉપવાસ, તા. ૨૧ના બ્યાસણુ અને તા. ૨૨ના ઉપવાસ રહેશે.
બ્સાસણુ લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં કરવાના રહેશે અને પ્રત્યાખ્યાન આપના ઉપાશ્રયમાં બિરાજતા સંત-સતીજી પાસે લેવાના રહેશે. બ્સાયણા તથા અત્તર વારણા દર્શાવેલ સમય પ્રમાણે લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડીમાં કરાવવામાં આવશે. બ્યાસણાનો સમય સવારે ૭ઃ૪૫ થી ૯ અને સાંજે ૫ વાગ્યે રાખવામાં આવ્યો છે. તપ કરનાર તપસ્વીઓના નામ મંજુલાબેન મહેતા (મો. ૯૮૨૪૫ ૪૭૬૫૩), રીટાબેન મહેતા (મો. ૭૫૬૭૮ ૮૨૭૭૨) પાસે નોંધાવવાના રહેશે.
સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી પારણા સમયે તપસ્વીઓનું બહુમાન કરવામાં આવશે. તેથી સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓને આ તપમાં જોડાઈને લાભ લેવા દાતા પરિવારે અનુરોધ કર્યો છે.
જે લોકોને તપસ્વીઓનું બહુમાન કરવું હોય તેઓએ પારણાને દિવસે બ્યાસણુ હોવાથી તે દિવસે ૯ વાગ્યે આ કાર્ય કરી શકશે.
આ વખતનું ૧૩ દિવસીય તપ તા. ૯-૫ના રોજ શરૂ થતાં સમસ્ત જૈનના શ્રાવક-શ્રાવિકા જોડાય, જેથી વર્ષીતપનો અનુભવ થઈ શકે અને વર્ષીતપમાં જોડાઈ અને બહુમાન પણ વિશેષ કરી શકે બંને તપમાં જ ગણાશે. અને બહુમાન પણ વિશેષ કરવામાં આવશે.વર્તમાન ચાલુ વર્ષીતપમાં જેમને જોડાવું હોય, તે જોડાઈ શકશે તેમ સ્થાનકવાસી જૈન મોટા સંઘના મંત્રી દીપકભાઈ શાહે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial