Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈંધણની વૈશ્વિક કટોકટી વચ્ચે
રાજકોટ તા. ૦૨ઃ વૈશ્વિક ઈંધણની કટોકટી વચ્ચે રાજકોટ ડિવિઝને ઈતિહાસ રચીને મે ૨૦૨૬માં સૌથી વધુ ૨,૦૮૧ એલપીજી વેગનનું રેકોર્ડ લોડિંગ કર્યું છે.
ઈંધણની વૈશ્વિક કટોકટી અને દેશભરમાં એલપીજીની વધતી માંગ અને પુરવઠા સંબંધિત પડકારો વચ્ચે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝને મે ૨૦૨૬માં અત્યાર સુધીનું સૌથી વધુ એલપીજી વેગન લોડિંગ નોંધાવ્યું છે. રાજકોટ ડિવિઝન દ્વારા માત્ર એક જ મહિનામાં રેકોર્ડ ૨,૦૮૧ એલપીજી વેગનનું લોડિંગ કરીને રાષ્ટ્રીય ઉર્જા સપ્લાય ચેઇનને મજબૂત ટેકો પૂરો પાડવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર એસ ડીસીએમ) સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિએ ડિવિઝનના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ભારતીય રેલવેની માલસામાન વહન ક્ષમતા, ઝડપી કાર્યપ્રણાલી અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે. ડિવિઝન દ્વારા આ અગાઉ એપ્રિલ ૨૦૨૬માં ૧,૫૨૭ એલપીજી વેગનના લોડિંગનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો, જેને મે ૨૦૨૬માં પાછળ છોડીને ૨,૦૮૧ વેગનનું ઐતિહાસિક લોડિંગ નોંધાયું છે. આ અગાઉના રેકોર્ડની સરખામણીમાં આશરે ૩૬.૨૮ ટકાનો નોંધપાત્ર વધારો છે.
આ રેકોર્ડ લોડિંગ રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી એલપીજી રેકને હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યો માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ઝડપી પરિવહને દેશવ્યાપી એલપીજી પુરવઠો સુચારૂ રાખવામાં રાજકોટ ડિવિઝનની મહત્ત્વની ભૂમિકાને રેખાંકિત કરી છે.
આ પ્રસંગે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, દેશવ્યાપી એલપીજી પુરવઠાને સુચારૂ રાખવામાં રાજકોટ ડિવિઝન મહત્ત્વની ભૂમિકા ભજવી રહૃાું છે.
કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી આ રેકોર્ડ લોડિંગ ભારતીય રેલવેની માલસામાન વહન ક્ષમતા, ટીમ વર્ક અને શ્રેષ્ઠ સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હોવાનું પશ્ચિમ રેલવેના જનસંપર્ક કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial