Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય બફારોઃ મહત્તમ ૩૬.પ ડીગ્રી

ભેજનું પ્રમાણ ૯ ટકા વધી ૭૭ ટકાએ પહોંચતા

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો પોણા ડીગ્રીથી વધુ ગગડીને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા વધીને ૭૭ ટકાએ રહેતા અસહ્ય બફારો અનુભવાયો હતો.

જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચેે ગત્ ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડીગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો પોણા ડીગ્રીથી વધુ ગગડીને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના કારણ આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૯ ટકા વધીને વાતાવરણમાં ભજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં થયેલા વધારાના કારણે અસહ્ય બફારાથી લોકો આકૂળ-વ્યાકૂળ થઈ ગયા હતાં. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરતાની સાથે નગરજનો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં.

નગરમાં અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. સાંજથી ધીમે ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh