Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી ક્વાર્ટર્સની જગ્યામાં તંત્રની ઘોર બેદરકારીઃ
લાલપુર તા. ૨ઃ લાલપુર તાલુકા શાળા નજીક આવેલ તાલુકા પંચાયતના સરકારી ક્વાર્ટર્સની જગ્યામાં તંત્રની ઘોર બેદરકારી અને મિલીભગતની શંકા વચ્ચે એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં કોઈ અજાણ્યા આવારા તત્ત્વો દ્વારા વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી વિના જ વર્ષો જુના અને વિશાળ કદના વૃક્ષોને આડેધડ કાપી નાખવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને પગલે સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી મોડી રાત્રિના અંધારનો લાભ લઈનેે કેટલાક અસમાજિક અને સ્વાર્થી તત્ત્વો દ્વારા આ હરિયાળા વૃક્ષોનું છેદ્ન કરવામાં આવી રહ્યું છે. હાલ આ સરકારી ક્વાૃટરો તદ્ન જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી ત્યાં કોઈ વસવાટ કરતું નથી. ક્વાર્ટર્સ સુમસામ હોવાનો સીધો કાયદો ઊઠાવીને આ અજાણ્યા શખ્સો મોડી રાત્રે સરકારી મિલકતમાં ઘૂસીને પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યા છે. એટલું જ નહીં, આસપાસના લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ બાકી બચેલા વૃક્ષોને કાપવાની આ ગેરકાયદેસર કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ આડેધડ વૃક્ષછેદ્નને કારણે પર્યાવરણને ક્યારેય ન પૂરાય તેવું મોટું નુક્સાન પહોંચ્યું છે. પ્રકૃતિના ફેફસા સમાન અને માનવજાતને અમૂલ્ય ઓક્સિજન પૂરો પાડતા વર્ષો જુના વડલા અને પીપળા જેવા પવિત્ર અને ઘટાદાર વૃક્ષોને જમીનદોસ્ત કરી દેવાયા છે. આ વૃક્ષો માત્ર પર્યાવરણની શોભા નહોતા, પરંતુ હજારો નિર્દોષ પક્ષીઓનું આશ્રયસ્થાન હતાં. રાતોરાત વૃક્ષો કપાઈ જતા અસંખ્ય પક્ષીઓના માળાઓ વેરવિખેર થઈ ગયા છે અને તેઓ આશ્રયવિહોણા બનીને ભટકવા મજબૂર બન્યા છે.
સરકારી મિલકત પર આ પ્રકારે કાયદાના લીરેલીરા ઊડાડતી પ્રવૃત્તિ થઈ રહી હોવા છતાં સ્થાનિક તંત્ર હજુ સુધી કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. આ ગંભીર મામલે સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ યોગ્ય અને તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માંગ ઊઠાવવામાં આવી છે. સરકારી મિલકતને નુક્સાન પહોંચાડતા અને પર્યાવરણનું ખૂન કરતા આવા લુખ્ખ તત્ત્વોને વહેલી તકે શોધી કાઢી, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આ ગેરકાયદે કામગીરી તાત્કાલિક અટકાવવામાં આવે તેવી તંત્રને માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial