Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ રોડ શો

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવતીકાલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે તા. ૦૩ જૂન ૨૦૨૬ને બુધવારના સાંજે ૫ થી ૭ દરમ્યાન સેમિનાર યોજાનાર છે. જેમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ રોડ શો અંગેના કાર્યક્રમનો લાભ લેવા ઉદ્યોગકારોને ભારત સરકારના એમએસએમઈ મંત્રાલય હેઠળ શરૂ કરાયેલ રેમ્પ સ્કિમ અંતર્ગત ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગોને ઈન્ડસ્ટ્રી ૪.૦ તરફ આગળ વધારવા માટે વિશેષ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનર દ્વારા અમલમાં મુકાઈ રહી છે.

આ પ્રોજેકટનો મુખ્ય હેતુ એમએસએમઈ ઉદ્યોગોને સ્માર્ટ, ડિજિટલ અને ડેટા આધારિત મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ તરફ આગળ ધપાવવાની છે, જેથી તેઓ વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકે.

આ યોજનાથી એમએસએમઈને મળતા મુખ્ય લાભો જેવા કે રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઝડપી નિર્ણય લેવામાં મદદ, ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં વધારો, મશીન ડાઉન ટાઈમ અને ડિફેકટમાં ઘટાડો, એનર્જી અને રિસોર્સ ઓપ્ટિમાઈઝેશન, માર્કેટ બદલાવ ખૂબ ઝડપથી પ્રતિસાદ ગ્લોબલ કોમ્પિટિટીવેનેસમાં વધારો તથા સ્ટાર્ટઅપ ઈનોવેશન અને નવી ટેકનોલોજીનો લાભ મળશે. આ સેમિનારનો જામનગરના રસ ધરાવતા ઉદ્યોગકારોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh