Advertisement
Author: નોબત સમાચાર

મોટરમાં ભૂલાઈ ગયેલો આઈફોન પરત અપાવતી કમાન્ડ કંટ્રોલ ટીમ

સીસીટીવી ફૂટેજના આધારે મોટર મળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨ઃ રાજકોટથી જામનગર આવેલા એક આસામી ઈકોમાં રૂ।.૭૦ હજારનો આઈફોન ભૂલી ગયા પછી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે મદદે આવી તે મોટર શોધી કાઢી મોબાઈલ પરત અપાવ્યો છે.

જામનગરના નવાનાગના વિસ્તારમાં રહેતા બળદેવભાઈ જેઠાભાઈ રાઠોડ નામના આસામી શુક્રવારે રાજકોટથી જામનગર આવવા માટે એક ઈકોમાં નીકળ્યા પછી નાગનાથ નાકા પાસે ઉતરી ગયા હતા.

આ વેળાએ તેમનો રૂ।.૭૦ હજારની કિંમતનો આઈફોન મોટરમાં ભુલાઈ ગયો હતો. તેને શોધવા પોલીસની મદદ માંગવામાં આવતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે તે મોટર શોધી કાઢી તેના ચાલક પાસેથી ઉપરોક્ત મોબાઈલ બળદેવભાઈને પરત અપાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh