Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.રપ-રપ હજાર વળતર પેટે ચૂકવશે આરોપીઃ
જામનગર તા. ૨ઃ જામનગરના એક વકીલ પર વર્ષ ૨૦૨૨ની નવરાત્રિમાં બે શખ્સે છરીથી હુમલો કરી આ યુવાનની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. આ કેસ ચાલી જતા અદાલતે બંને આરોપીને સાત-સાત વર્ષની કેદ ફટકારી છે અને રૂ।.રપ-રપ હજાર ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો બંને આરોપીને આદેશ કર્યાે છે.
જામનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા કલ્પેશ ફલીયા નામના યુવાન પર વર્ષ ૨૦૨૨માં નવરાત્રિના સમય દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થયા પછી પ્રકાશ કિશોરભાઈ મોખરા ઉર્ફે લાલા તથા ઈરફાન ઈકબાલ ઘોયલ નામના બે શખ્સે છરીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
અત્યંત ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જાનથી મારી નાખવાની કોશિષનો ગુન્હો નોંધ્યો હતો. બંને શખ્સ સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે મૂળ ફરિયાદીના વકીલ નિતલ એમ. ધ્રુવ તથા સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રકાશ ઉર્ફે લાલા કિશોરભાઈ મોખરા તથા ઈરફાન ઈકબાલભાઈ ઘોયલને તકસીરવાન ઠરાવી સાત-સાત વર્ષની કેદની સજા ફટકારી છે અને રૂ।.રપ-રપ હજારનો દંડ ભરવા તેમજ આ રકમ ફરિયાદી કલ્પેશભાઈને ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial