Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ એન્જિનિયરોની મહેનત-૧૮ કરોડનો ખર્ચ પાણીમાં ?
દ્વારકા તા. ૨ઃ ભારતના પશ્ચિમ છેવાડે હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના શિખરના જીર્ણોદ્ધારની વારંવાર રજૂઆતો કરાયા પછી ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા મંદિર શિખરના જર્જરીત ભાગોના પુનઃ જીર્ણોદ્ધાર માટેની કામગીરીનો સર્વે આજથી આશરે બે વર્ષ પહેલા જૂન-૨૦૨૪માં કરવામાં આવ્યો હતો અને મંદિરના શિખરનું સ્કેનીંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે, ત્યાર બાદ હજુ સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી, ત્યારે પુનઃ જીર્ણોદ્ધારની કામગીરી ક્યા કારણોસર અટવાયેલી છે અને ક્યારે શરૂ કરવામાં આવશે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
ભારતીય પુરાતત્ત્વ વિભાગની દિલ્હી સ્થિત વડી કચેરીના ડીરેેકટર જનરલ વાય. એમ. રાવતના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજકોટ ભારતીય પુરાતત્ત્વ વિભાગની સર્કલ કચેરીના માર્ગદર્શન હેઠળ આર્કોલોજીની ટીમના આઠ જેટલા એન્જિનિયર્સે બે વર્ષ પૂર્વે કરેલ વીઝીટમાં દ્વારકાધીશ જગતમંદિરના ફલોરીંગથી લઈને લાડવા ડેરા તથા શક્તિ માતાજીના મંદિર સુધીના મજલા અને ધ્વજાજીના દંડ સુધીના મજલા ઉપર ત્રણ ટીમ બનાવીને ૩૬૦ ડિગ્રી સહિતના સાધનો સાથે હાલની મંદિરની કંડોરાયેલી શિલ્પ કલાઓનું સ્કેનીંગ કરાયું હતું.
આ સ્કેનીંગ કરેલા ડેટાના આધારે થયેલા મંદિરના જીર્ણ થયેલ વિવિધ ભાગોનું સ્થાપિત પથ્થરોને અનુરૂપ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર થાય તેના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર હતું.
આ અંગે હજુ સુધી કામગીરી શરૂ થયેલ હોવાનું સ્થળ સ્થિતિમાં જણાતું નથી. ખાસ કરીને જગતમંદિરના ફલોરીંગમાં પથરાયેલ કલાત્મક પથ્થરો જે જીર્ણ હાલતમાં હોય તેમજ મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ સભામંડપ તથા નિજમંદિર સહિતના ભાગોમાં પણ જીર્ણ થયેલ પથ્થરોની જગ્યાએ નવા પથ્થરો વડે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરાયું હતું. આ કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ।. ૧૮ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો.
આમ છતાં બે વર્ષ બાદ પણ હજુ સુધી કાગજી કાર્યવાહી સિવાય નક્કર કામગીરી દેખાતી ન હોવાનું જણાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial