Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનની ઈઝરાયેલને ધમકીઃ દુનિયાભરના મુસલમાનો ઝંપલાવશે ધર્મયુદ્ધમાંઃ ટેન્શન વધ્યું

ખ્રિસ્તી દેશોનો ઈઝરાયેલને ટેકોઃ વિદેશમાંથી યહુદ્દીઓ ઈઝરાયેલ ભણી

તહેસનનો/તેલઅવીવ તા. ૧૮ઃ હમાસ પર તત્કાળ હુમલા બંધ નહીં થાય તો, દુનિયાભરના મુસલમાનો ધર્મયુદ્ધમાં ઝંપલાવશે, તેવી ઈરાને ધમકી આપી છે, તો ઈઝરાયેલને ખ્રિસ્તી વસતિ ધરાવતા દેશોએ ટેકો આપ્યો છે. બીજી તરફ યહુદ્દીઓ પણ ઈઝરાયેલની સેનાની મદદ માટે દુનિયભારમાંથી ઈઝરાયેલ તરફ ધસી રહ્યા હોવાથી વૈશ્વિક ટેન્શલ વધ્યું છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હવે સમગ્ર ઈસ્લામિક જગત માટે એક મુદ્દો બની રહ્યું છે. આ મામલે સઉદ્દી અરબસ્તાન, જોર્ડન, લેબેનોન, સિરિયા અને ઈજીપ્ત જેવા દેશો, પહેલેથી જ ઈઝરાયેલને ગાઝા પર હુમલા રોકવા કહી રહ્યા છે, જ્યારે ઈરાને તો ખુલ્લી ધમકી આપી છે કે જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય, તો દુનિયાભરના મુસલમાનો યુદ્ધમાં ઉતરશે અને ઈરાનના લશ્કરને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. આ સાથે ઈરાનના ટોચના નેતા આયાતોલ્લાહ અલ ખામેઈનીએ સીધી ધર્મયુદ્ધની જ ધમકી આપી છે. બીજી તરફ સમગ્ર વિશ્વમાંથી યહુદ્દીઓ શસ્ત્રો ઊઠાવવા ઈઝરાયેલ પહોંચી રહ્યા છે. તેથી વૈશ્વિક ટેન્શન વધ્યું છે.

ઈરાનના તે વરિષ્ઠ નેતાએ ઈરાનની સરકારી ટીવી ચેનલ ઉપર દેશને કરેલા સંબોધનમાં ધર્મયુદ્ધની સીધી ધમકી ઉચ્ચારી દીધી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, હમાસ અને હિઝબુલ્લાહ જેવા ઉગ્રવાદી સંગઠનોને ઈરાન પરદા પાછળ રહી મદદ કરી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ ઈઝરાયેલમાં હમાસે કરેલા હુમલામાં પણ ઈરાનનો જ હાથ હતો.

જો કે ઈરાને તો અસ્વીકાર કર્યો છે, પરંતુ ઈઝરાયેલ તો સ્પષ્ટ રીતે કહે છે કે તે હુમલા પાછળ ઈરાનનો જ હાથ હતો. તેણે તેની કિંમત ચૂકવવી જ પડશે. તેટલું જ નહીં, પરંતુ હમાસના ખાત્મા સુધી આક્રમણો ચાલુ રહેશે, બંધ ન કરવા માટે પણ ઈઝરાયેલ મક્કમ છે.

વાસ્તવમાં ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ ઉપર અચાનક અને અકારણ હુમલો કરી ૧ર૦૦ થી વધુ ઈઝરાયેલીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. તેના જવાબમાં ઈઝરાયેલે તીવ્ર હુમલા શરૃ કરી દીધા છે. અને ગાઝા પટ્ટીમાં વીજળી તથા પાણી પણ બંધ કરી દીધા છે. તેથી ઈસ્લામિક જગતમાં ઘૂંઘવાટ ફેલાઈ રહ્યો છે, જ્યારે અમેરિકા, બ્રિટન, અને ફ્રાન્સ વગેરે ખ્રિસ્તી દેશોએ ઈઝરાયેલને ટેકો આપ્યો છે, જ્યારે અમેરિકાએ તેના તે ગાઢ મિત્ર ઈઝરાયેલને કહ્યું છે કે હમાસ પર ભલે હુમલો કરો, પરંતુ પેલેસ્ટાઈની નિર્દોષ નાગરિકો માર્યા ન જાય તે જોવુ. સહજ રીતે જ તે સંભવિત નથી. યુદ્ધમાં સામાન્ય જનતા પણ મરી જાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh