Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરમાં બખેડો કરતા બે ઝડપાયાઃ વાડીમાં શોર્ટ મુકવાની ના પાડતા ખેડૂત પર પાઈપથી પ્રહારઃ
જામનગર તા. ૧૮ઃ લાલપુરના નાના ખડબામાં એક યુવક પ્રેમસંબંધમાં યુવતીને નસાડી જતાં તેના માતા પર માતા-પુત્રએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે મજૂરીના પૈસાની ઉઘરાણી કરાતા નગરમાં યુવક પર ત્રણ શખ્સે ધોકાવાળી કર્યાની તથા સંગ ચિરોડા ગામમાં ઈલેકટ્રીક શોર્ટ મુકવાની ના પાડતા એક ખેડૂત પર બે ભાઈએ હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત જીરાગઢમાં એક યુવતીએ પિતા-પુત્રએ પાઈપ ફટકાર્યાની ફરિયાદ કરાઈ છે. દરબારગઢ સર્કલમાં જાહેરમાં બખેડો કરતા બે શખ્સને પોલીસે લોકઅપના દર્શન કરાવ્યા છે.
લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતા ઉર્મિલાબેન અરજણભાઈ વાણીયા નામના મહિલાનો પુત્ર આકાશ પાંચેક મહિના પહેલા નાના ખડબાની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા તેને સાથે રાખી નાસી ગયો હતો. આ બાબતનો ખાર રાખી ગયા શુક્રવારે સાંજે નરેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા તથા મધુબા યુવરાજસિંહ જાડેજા નામના માતા-પુત્રએ ગાળો ભાંડી ઉર્મિલાબેનને ઢીકાપાટુથી માર માર્યાે હતો અને તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉર્મિલાબેને લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના સંગ ચિરોડા ગામમાં રહેતા રઘુભા શિવુભા ચાવડા નામના પ્રૌઢે પોતાના ખેતરના શેઢે ઈલેકટ્રીક શોર્ટ મુકવાની ના પાડતા સંગ ચિરોડા ગામના જ ભરતસિંહ બળુભા, જગદીશસિંહ બળુભા ચાવડાએ સોમવારે સાંજે ગાળો ભાંડી રઘુભા પર હુમલો કર્યાે હતો. આ શખ્સોએ કુહાડી તથા પાઈપથી ફટકા મારી રઘુભાને ઈજા પહોંચાડી હતી.
જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સિદ્ધરાજનગરમાં રહેતા કૈલાશ ઈશ્વરભાઈ તાયડે નામના મરાઠી યુવકે મજૂરી કામની જાગૃતિનગરમાં રહેતા ચેતનભાઈ પ્રવીણભાઈ ચૌહાણ પાસેથી રકમ લેવાની બાકી હતી. તેની ઉઘરાણી કરતા ગયા શનિવારે બપોરે ચેતન તથા ગોપાલ માલપરા ઉર્ફે કારા અને કનૈયા બાવરી નામના ત્રણ શખ્સે ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી કૈલાશને ધોકાવી નાખ્યો હતો. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૈલાશે ફરિયાદ નોંધાવી છે.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા જલ્પાબેન અરવિંદભાઈ રાઠોડ નામના પરિણીતા ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે દેવેન્દ્ર સાધાભાઈ ડાંગર અને તેના પિતા સાધાભાઈ છગનભાઈ ડાંગર બાઈક પર ધસી આવ્યા હતા. આ શખ્સોએ ગાળો ભાંડ્યા પછી પ્લાસ્ટિકના પાઈપથી જલ્પાબેન પર હુમલો કર્યાે હતો અને જેઠાણી રમીલાબેન તેમજ પાડોશી ભગવાનજીભાઈને લાકડીથી માર માર્યાે હતો.
જામનગરના દરબારગઢ સર્કલમાં ગઈકાલે બપોરે શાક માર્કેટ નજીકની સવાભાઈની શેરીમાં રહેતો ભાર્ગવ મનિષભાઈ જેઠવા તથા પટ્ટણીવાડમાં રહેતો શાહરૃખ ફારૃક ખટાઈ નામના બે શખ્સ દેકારો કરી ઝપાઝપી કરતા હતા ત્યારે આવી ગયેલી પોલીસે બંનેની અટકાયત કરી લીધી હતી. બંને શખ્સ સામે જાહેરમાં બખેડો કરવા અંગે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial