Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮ ઃ નવરાત્રિ પર્વ નિમિત્તે ખંભાળીયામાં લોહાણા કન્યા છાત્રાલય તથા રઘુવંશી મહિલા મંડળના સંયુકત ઉપક્રમે છાત્રાલયની બાળાઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાસ ગરબાના કાર્યક્રમમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં દરેક સ્પર્ધકોેને તથા ભાગ લેનાર દરેક બાળાઓને રઘુવંશી મહિલા મંડળના હોદ્દેદારો તથા સદસ્યો ચાંદનીબેન પુજારા, ડો. રાયઠઠ્ઠા પરિવાર, ઉષાબેન તન્ના, નીકીતાબેન મજીઠીયા, ભાવનાબેન કાનાબાર, દીપ્તીબેન બરછા, ભાવિશાબેન મોટાણી, નીનુબેન માણેક દ્વારા વિવિધ ઈનામો, રોકડ પુરસ્કારો તથા નાસ્તો આપવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત લોહાણા કન્યા છાત્રાલયને લેસ્ટર (યુકે)ના સ્વ. મોહનલાલ છગનલાલ વિઠલાણી પરિવાર દ્વારા વોટરકુલર આપવામાં આવ્યું હતું. તેની અર્પણવિધિ ગૃહમાતા મુદુલાબેન તન્ના દ્વારા કરાઈ હતી.
આ કાર્યક્રમમાં કન્યા છાત્રાલયના ટ્રસ્ટી ડો. કાશ્મીરાબેન રાયઠઠ્ઠા, ઉષાબેન તન્ના, નીતાબેન બદીયાણી, જૈમિનીબેન મોટાણી, હેતલબેન સવજાણી ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial