Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે
નવી દિલ્હી તા. ૧૮ઃ આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓનું ૪ ટકા ડી.એ. વધારવાનો નિર્ણય નાણામંત્રાલયે એડહોક બોનસને મંજુરી આપી દીધી હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એડહોક બોનસને મંજુરી આપી દીધી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલાં જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે ગઈકાલે વર્ષ ર૦રર-ર૩ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની ગણતરી કરવાની મહત્તમ મર્યાદા ૭ હજાર રૃપિયા નક્કી કરી છે.
કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ બી અને ગ્રુપ સી માં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે. આ બોનસમાં ૩૦ દિવસની સેલેરી જેટલા જ રૃપિયા મળશે.
આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) ને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થામાં ૪ ટકા સુધીનો વધારો પણ કરાયો છે.
કેન્દ્રીય કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં આજે ડીએ ના વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી મળતો ડીએ ૪ર ટકાથી વધારીને ૪૬ ટકા થયો છે અને તેમના પગારમાં બમ્પર વધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial