Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિત્ર તરીકે માનવીય મદદ કરવાની ખ્વાહીશ
લંડન તા. ૧૮ઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન બાદ હવે બ્રિટિશ પીએમ સુનક ઈઝરાયલ જશે. તેણે એક મિત્ર દેશ તરીકે ઈઝરાયલીઓની મદદ કરવાની ખ્વાહીશ વ્યક્ત કરી છે.
ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. બંને તરફથી લગભગ પ૦૦૦ લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં એવી જાણકારી મળી રહી છે કે, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયામાં ઈઝરાયલની મુલાકાતે જશે. જો કે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવકતાએ આ રિપોર્ટની પુષ્ટિ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ કહ્યું કે, સુનકના પ્રવાસની પુષ્ટિ સામાન્ય રીતે કરવામાં આવશે.
ગત અઠવાડિયે વિદેશ મંત્રી જેમ્સ કલેવરલી ઈઝરાયેલની મુલાકાતે ગયા હતાં. તેમણે હમાસના હુમલા બાદ ઈઝરાયેલી લોકો સાથે એકજૂથતા દેખાડવા માટે પ્રવાસ કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે ઈઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ સુનકે કહ્યું હતું કે, કાર્યવાહી માનવીય કાયદા અનુરૃપ કરવી જોઈએ. જો કે, એ પણ છે કે, તેઓ એક એવા સમૂહ સાથે લડી રહ્યા છે જેઓ નાગરિકોને પાછળ છોડી દે છે. તેમણે કહ્યું કે, તેઓ એક મિત્ર તરીકે ઈઝરાયેલના નાગરિકોને બચાવવા માટે શકય તમામ સાવધાની રાખવાનું આહવાન કરવાનું ચાલું રાખશે. આ અગાઉ મંગળવારે સુનકે સાઉદી અરબ અને કતારના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, યુદ્ધને રોકવું કેટલું જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial