Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સખી મંડળના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર

સ્વસહાય જુથોના લાભાર્થી બહેનોના પ્રતિભાવોઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરના સખી મંડળની બહેનોએ ડિઝાઈન કરેલા ગરબા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડીઆરડીએ અને જીએલપીસી દ્વારા જામનગરની સ્વસહાય જુથોની બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતા મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે. લાભાર્થી બહેનોએ ગામડાની મહિલાઓને બહાર નીકળી રોજગારી મેળવવાની તક આપવા બદલ સરકારની યોજનાઓને બીરદાવી હતી.

નવરાત્રિમાં માટીના ગરબાનું અનોખું મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ પંચ મહાભૂત કહેવાતી માટીમાં શક્તિનો વાસ હોય છે. આથી નોરતામાં માટીનો ગરબો રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીના ગરબા બનાવવા પાછળ ગરબા બનાવનાર અને તેમાં ડિઝાઈન કરનાર લોકોની ઘણી મહેનત હોય છે. અગાઉ માટીમાંથી બનાવેલા ગરબાનું નવરાત્રિના સમય દરમિયાન બહેનો દ્વારા ઘરમાં સ્થાપન કરીને તેની પૂજા કરવામાં આવતી હતી. આજના આધુનિક યુગમાં પણ ગુજરાતીઓએ પોતાની આ પરંપરા જાળવી રાખીને બદલતા જતા યુગને અપનાવ્યો છે. જેની સાથે નવરાત્રિના તહેવાર દરમિયાન અનવનવી ડિઝાઈન અને રંગબેરંગી ગરબાઓ બહેનોની પસંદગી બન્યા છે.

જામનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી બહેનો રોજગારી મેળવી શકે તે હેતુથી ખોડિયાર કોલોની વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં સહાય જુથોની બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે અને લોન તેમજ અન્ય સહાય પણ આપવામાં આવી છે. જેના થકી બહેનો સ્વનિર્ભર બની રહી છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગરબા, ચણિયાચોળી, જ્વેલરી તેમજ ગૃહ શુશોભનની બહેનોએ બનાવેલી વસ્તુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો હોવાથી અંબિકા સ્વસહાય જુથોની બહેનો દ્વારા વિવિધ ડિઝાઈનના ગરબાઓ બનાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના મોખાણા ગામે ૧૦ બહેનો થકી ચાલી રહેલ અંબિકા સ્વસહાય જુથના સભ્ય બિરાજબેન છાપિયા જણાવે છે કે તેમના ગ્રુપની બહેનો દ્વારા વિવિધ વસ્તુઓ ઉપર શુશોભન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિનો તહેવાર હોય, તેઓ માતાજીના ગરબા ઉપર અવનવી ડિઝાઈન કરી ગરબા શણગારવાનું કામ કરી રહ્યા છે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની હેઠળ વિનામૂલ્યે સ્ટોલ ઊભા કરી આપવામાં આવ્યા છે અને આ સ્ટોલ પર ગરબાનું વેંચાણ કરી સ્વનિર્ભર બન્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, અમે ગામડાઓમાં આ પ્રકારની કામગીરી કરીએ તો વ્યાપક ઓળખ ન મળે, પરંતુ સરકારના પ્રયાસો દ્વારા ગામડાની મહિલાઓ શહેરોમાં પોતાની કળા અને આવડત દ્વારા રોજગારી મેળવી શકે છે અને અમને એક નવી ઓળખ મળી છે. સ્વસહાય જુથો થકી અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરૃ છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh