Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વિવિધ સહાય અપાશે

૩૧ ઓકટોબર સુધીમાં અરજી કરી શકાશેઃ

જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો વર્ષ-ર૦ર૩-ર૪ અંતર્ગત બાગાયત વિભાગ, જામનગર દ્વારા ચાલતી વિવિધ સહાય અને લાભો મેળવવા માટે આગામી તા. ૩૧ ઓકટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરી શકે છે.

જિલ્લા બાગાયત વિભાગ દ્વારા હાલમાં કાર્યરત વિવિધ યોજનાઓ કે જેમાં, નવા બાગાયતી પાકોમાં સરગવો, આંબા, જામફળ, કમલમ ફળ, ટીસ્યુકલચર ખારેક તેમજ અન્ય પાકોના વાવેતર માટે ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, ફળપાક, પ્લાટિંગ, મટીરીયલ, કોમ્પ્રીહેંસિવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ , બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ, ઔષધીય પાકો માટે ડિસ્ટીલેશન યુનિટ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, વીજદર સહાય, ખેતર પરના શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ એકમ ઊભા કરવા, હવાઈ માર્ગે બાગાયતી પેદાશોની નિકાસ માટેના નુરમાં સહાય તેમજ અન્ય સહાય માટેની હાલમાં ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય અને લાભ મેળવવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતોએ આગામી તા. ૩૧ ઓકટોબર સુધીમાં ખાઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે જરૃરી સાધનિક કાગળો, આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલો, ૭-૧ર, ૮-અ, જાતિનો દાખલો અનુસૂચિત જાતિ માટે અને પ્રોજેકટ બેઈઝ ઘટકો માટે પ્રોજેકટ રિપોર્ટની નકલ જોડીને નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪ પહેલો માળ રૃમ નં. ૪૮, સુભાષ પૂલ, જામનગરમાં જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી અત્રેની કચેરીના ફોન નં. ૦ર૮૮ -રપ૭૧પ૬પ પરથી મેળવી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh