Advertisement
Author: નોબત સમાચાર

એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનું છેલ્લું પખવાડિયુઃ નગરજનોને લાભ લેવા અનુરોધ

હજુ સુધી જામનગરના માત્ર ૨૩ નાગરિકોએ જ લીધો છે લાભઃ

જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરપાઈ માટે આપેલી પુનઃ રિબેટ યોજનાની મુદ્દત ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહી છે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

એડવાન્સ મિલકત વેરો, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયર્મેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઈટ યુએઝ ચાર્જની રકમ ભરપાઈ કરનારે જૂનો કોઈપણ પ્રકારનો વેરો બાકી ન હોય તેવા મિલકતધારકોને તા.૧-૧૦થી તા.૩૦-૧૦-૨૩ સુધી પુનઃ રિબેટ યોજનાનો લાભ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. વધુમાં ગ્રીન એનર્જીમાં પ્રોત્સાહન સ્વરૃપે વર્ષ ૨૦૨૩-૨૪ અગાઉ રહેણાંક મકાનોમાં સોલાર અને સોલાર રૃફટોપ એનર્જી સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઈન્સ્ટોલ કરવામાં આવેલ હોય તેઓને આ બાબતેના આધારો રજૂ કર્યેથી એક વખત હાઉસટેક્સના ધોરણે પાંચસો ટેક્સમાં પુનઃ રિબેટનો લાભ પણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આ યોજના ચાલુ થયેથી અત્યાર સુધીમાં ૬૪૬૦૮ લાભાર્થીઓ દ્વારા મિલકત વેરો તથા પાણી ચાર્જ રૃા.૪૯,૭૪,૬૬,૯૮૭ ભરપાઈ કરવામાં આવ્યા છે અને રૃા.૨,૭૯,૯૧,૩૩૬નો રિબેટનો લાભ મેળવેલ છે.

મહાપાલિકાના આકરણી રજીસ્ટરે નોંધાયેલ મિલકતના માત્ર ૨૩ ટકા લોકોએ જ એડવાન્સ મિલકત વેરો, પાણી ચાર્જમાં રિબેટનો લાભ મેળવેલ છે. હજુ ૭૭ ટકા મિલકત ધારકો યોજનાનો લાભ લેવાના બાકી હોય. યોજનાના હાલ જૂજ દિવસો જ બાકી હોય, એડવાન્સ મિલકત વેરો, પાણી ચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેકશન વિભાગ શરૃ સેકશન, રણજીતનગર, ગુલાબનગર સિટી સિવિક સેન્ટરમાં ભરપાઈ કરી શકાશે.

તેમજ જામનગર શહેરની એચડીએફસી બેંક, નવાનગર કો. ઓપ. બેંક, એચડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઈ કરી શકાશે. મહા પાલિકાની વેબસાઈટ ુુુ.દ્બષ્ઠદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ.ર્ષ્ઠદ્બ ૫રથી પણ પોતાનો વેરો ઓનલાઈન ભરપાઈ કરી શકાશે. ઓનલાઈન વેરો ભરપાઈ કરનારને વધુ બે ટકા રિબેટ મળશે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની લોન કોલ ટેક્સ કલેકશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૯૭૩૭૩૮૧૧૦૮ ઉપર ફોન કરવાની મહાપાલિકાનો કર્મચારી આપના ઘરેથી વેરાની રકમ લઈ જશે અને તેની પહોંચ સુપ્રત કરશે. આ યોજનાનો લાભ લેવા આસી. કમિશનર (ટેકસ), જીજ્ઞેશ નિર્મલે અનુરોધ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh