Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલની વિરૃદ્ધ વિશ્વના ઘણાં દેશોએ અવાજ ઉઠાવ્યોઃ યુ.એન.એસ.સી.ની ઈમરજન્સી બેઠક

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની બેઠક રદ્દ કરીઃ

નવી દિલ્હી તા.   ૧૮ઃ ઈઝરાયેલ વિરુદ્ધ સંખ્યાબંધ દેશો યુએઈ અને રશિયાએ યુએનએસસીની ઈમરજન્સી મિટિંગ બોલાવી છે.

ગઈકાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા હુમલામાં પ૦૦ થી વધુ લોકોના મોત થયા છે. પેલેસ્ટાઈન આ માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવે છે. હવે તુર્કી, ઈરાન, રશિયા અને કેનેડા સહિત ઘણાં દેશોએ આ હુમલાની સખત નિંદા કરી છે.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન સાથે આજે થનારી બેઠક પણ રદ કરી દીધી છે. તો યુએઅઈ અને રશિયાએ ગાઝાની હોસ્પિટલ પર હુમલાને લઈને યુએનએસસીની ઈમરજન્સી બેઠક બોલાવી છે. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, ઈજીપ્ત, જોર્ડન અને તુર્કીએ ગાઝાની હોસ્પિટલ પર હુમલા માટે ઈઝરાયેલ પર શાબ્દિક હુમલો કર્યો છે. ગાઝામાં થયેલા હુમલામાં સેંકડો પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. બહેરીને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી છે. લેબનોનના હિઝબુલ્લાએ હોસ્પિટલ પરના હુમલાની નિંંદા કરવા માટે ડે ઓફ રેજની હાકલ કરી છે. હિઝબુલ્લાએ આ હુમલાને નરસંહાર અને ક્રૂર અપરાધ ગણાવ્યો હતો.

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આ હુમલાનો વિરોધ વ્યકત કર્યો અને કહ્યું કે ગાઝાની મહિલાઓ, બાળકો અને નિર્દોષ લોકો પર હુમલો કરવો એ મૂળભૂત માનવીય મૂલ્યોની વિરૃદ્ધ છે. તેમણે કહ્યું કે હું સમગ્ર માનવતાને ગાઝામાં આ અભૂતપૂર્વ ક્રુરતાને રોકવા માટે પગલાં લેવા આમંત્રણ આપું છું. સાથે તુર્કીની સંસદમાં તમામ રાજકીય પક્ષોએ હુમલાની નિંદા કરી હતી. આ સાથે ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે નાગરિકોને તુર્કીની યાત્રા કરવા સામે ચેતવણી આપી છે.

ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઈઝરાયેલ એલર્ટ લેવલ વધાર્યું છે અને પોતાના નાગરિકોને તાત્કાલિક તુર્કી છોડવા કહ્યું છે. ઈજિપ્ત હુલમાની નિંદા કરી હતી. ઈજિપ્તે ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલી સેનાના હુમલાની આકરી ટીકા કરી છે. તેણે તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈજિપ્તના વિદેશ મંત્રાાલયે એક નિવેદનમાં કહ્યું કે શરણાર્થી શિબિરો પર આ જાણી જોઈને કરવામાં આવેલો હુમલો મૂળભૂત માનવીય મૂલ્યોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh