Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંધી સમાજની બેઠકમાં ઘડાયું આયોજન
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં સાત દાયકાથી રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ દશેરાના દિવસે યોજાનારા આ કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી.
અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો વિજય સમાન દશેરાના પર્વની જામનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ર૪ ના પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિજયા દશમી નિમિત્તે રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના આયોજન માટેની એક બેઠક સમાજના પ્રમુખ જી.કે. ગંગવાણીના અધ્યક્ષસ્થાને મળી હતી.
સિંધી સમાજના ચેરમેન પરમાણંદ ખટ્ટર, સેક્રેટરી કિશોર સંતાણી, ઉપપ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, કરમચંદ ખટ્ટર, હેમંત દામાણી, હરેશ ગનવાણી, પ્રકાશ હકાણી, મીતેષ ભદ્રા, ખજાનચી ચેતનદાસ મુલચંદાણી, લીગલ એડવાઈઝર મહેશ તખ્તાણી, સેક્રેટરી કિશનચંદ ધીંગાણી, મુકેશ લાલવાણી, પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધીંગાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વેશભૂષા સહિતના કાર્યક્રમમાં ભાગ લેવા માટે કાંતિલાલ આસવાણી (મો. ૯૯૯૮૮ ૭ર૧૩૪), અથવા પીન્ટુભાઈ સિંધાણી (મો. ૯૯ર૭૪ ૮૪૯૩૩) તેમજ કૈલાશ મંદિયાણી (મો. ૮ર૦૦૦ ૪૭૪૬૩) નો સંપર્ક સાધવા કપિલ મેઠવાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial