Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લાભાર્થીઓને કૃષિમંત્રીના હસ્તે રૃપિયા પંદર લાખના ચેક અર્પણ

જામનગર તા. ૧૮ઃ રાજયના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં યોજાયો હતો. જેમાં કૃષિમંત્રીએ જામનગર તાલુકાના ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજયના ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજયના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજય સરકાર દ્વારા વીમા પ્રિમિયમની ચૂકવણી કરવામાં આવે છે.

કાર્યક્રમમાં, કૃષિમંત્રીએ જામનગર તાલુકાના વાવ બેરાજા ગામના ગુલાબસિંહ ગગુભા જાડેજાના વારસદારને રૃા. ર,પ૦,૦૦૦/-, નવાનાગના ગામના ઋત્વિક રઘુભાઈ રાઠોડના વારસદારને રૃા. ર,પ૦,૦૦૦, જીવાપર ગામના મોહનભાઈ જગાભાઈ પરમારના વારસદારને રૃા. ર,પ૦,૦૦૦, મોડ ગામના વનરાજસિંહ ઉમેદસિંહ જાડેજાના વારસદારને રૃા. ર,પ૦,૦૦૦/-, રણજીતપર ગામના કેશવભાઈ પરસોત્તમભાઈ પરમારના વારસદારને રૃા. ર,પ૦,૦૦૦ અને લાવડીયા ગામના હસમુખભાઈ શીવાભાઈ ગંઢાના વારસદારને રૃા. ર,પ૦,૦૦૦/- સહિત કુલ રૃા. ૧પ લાખની કિંમતના સહાય ચેક અર્પણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, વાઈસ ચેરમેન જમનભાઈ ભંડેરી, સેક્રેટરી હિતેશ પટેલ, સમિતિના સદસ્યો, લાભાર્થીઓના પરિવારજનો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh