Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી પછી યુવકે રસોડામાં ખાઈ લીધો ગળાટૂંપોઃ
જામનગર તા. ૧૮ઃ જામનગર શહેરની સિદ્ધાર્થ કોલોનીમાં પોતાના સસરાના ઘેર દોેઢ મહિના પહેલા ક્લોલના એક યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનના પત્નીએ ક્લોલના એક શખ્સની ધમકીથી ડરી પોતાના પતિએ આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ શખ્સના ભાભીને મૃતક સાથે લગ્ન કરવા હતા પરંતુ મૃતક તે માટે તૈયાર ન હતા અને તેની જાણ થઈ જતાં આ યુવાનને ધમકી અપાઈ હતી. ધ્રોલના એક યુવાને પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થયા પછી રસોડામાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા ચંદ્રિકાબેન વિજયભાઈ ચૌહાણના લગ્ન ગાંધીનગર જિલ્લાના કલોલ ગામના વિજયભાઈ ચૌહાણ સાથે થયા હતા. તે પછી આ દંપતી કલોલમાં વસવાટ કરતું હતું. સમય વિત્યે ચંદ્રિકાબેન ગર્ભવતી બન્યા હતા. તેથી પતિ-પત્ની જામનગર રહેવા આવ્યા હતા.
તે દરમિયાન ગઈ તા.૨૮ ઓગસ્ટના દિને વિજયભાઈ ચૌહાણે પોતાના સસરાના ઘરે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ હતું. જે તે વખતે આ યુવાનની તબીયત લથડતા તેઓનું મૃત્યુ થયાનું ચિરાગ જયંતિભાઈ નામના યુવાને પોલીસમાં જાહેર કર્યું હતું. તે પછી ગઈકાલે વિજયભાઈના પત્ની ચંદ્રિકાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તેઓએ પોલીસમાં જણાવ્યા મુજબ તેમના પતિ વિજયભાઈ પ્રવીણભાઈ ચૌહાણ મૃત્યુ પહેલાં તેણીને કહેતા હતા કે, ક્લોલમાં તેઓના મકાન પાસે રહેતા કેશવ કાંતિભાઈ જાદવ નામના શખ્સના ભાભી વિજયભાઈ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ તેમને વિજયભાઈએ લગ્ન કરવાની ના પાડી દેતાં અને તેની જાણ કેશવ જાદવને થઈ જતાં કેશવે આખા પરિવારને સાફ કરી નાખવાની ધમકી આપી છે. તે પછી ગઈ તા.૨૮ના દિને વિજયભાઈએ જામનગરમાં પોતાના સસરાના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી આઈપીસી ૩૦૬, ૫૦૬ (ર) હેઠળ કેશવ કાંતિભાઈ જાદવ સામે ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલ શહેરમાં તાલુકા પંચાયત કચેરી પાછળ રહેતા સામતભાઈ વિનુભાઈ મકવાણા નામના છવ્વીસ વર્ષના કોળી ભીલ યુવાને ગઈકાલે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરમાં રસોડામાં લુંગી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓને નીચે ઉતારી સારવાર માટે ધ્રોલની હોસ્પિટલ માં લઈ જવાતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
મૃતકના સંબંધી ભૂપતભાઈ રણછોડભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. ગઈકાલે સાંજે આ યુવાનને તેમના પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા તેઓએ આ પગલંુ ભર્યાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial