Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના ગૃહમંત્રીનો 'વ્યવહારૃ' અભિગમ કેટલો યોગ્ય?ઃ જનસુખાકારી-સુરક્ષા ગૌણ?

આખી રાત ગરબા જુના જમાનામાં પણ રમાતા... પણ કોઈને તકલીફ ન પડતી!

જામનગર/ગાંધીનગર તા. ૧૮ઃ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિને લઈને 'વ્યવહારૃ' અભિગમ જાહેર કર્યો અને રાત્રિના ૧ર વાગ્યા પછી પણ ગરબા ચાલુ હશે તો તેને પોલીસવાળા નહીં અટકાવે, તેવી 'મૌખિક' સૂચનાઓ અપાઈ હોવાના મીડિયા અહેવાલો આવ્યા અને તે પછી તેને આવકાર પણ મળવા લાગ્યો. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નવરાત્રિના મહત્ત્વ અને આ લોકોત્સવમાં જનતાની સામેલગીરી જોતા આ પ્રકારના વ્યવહારૃ અભિગમની આલોચના પણ કોઈ કરે નહીં, કારણ કે માતાજીના ગરબા રાતભર રમાઈ તો પણ કોઈને ભલા શું વાંધો હોઈ શકે? તેવા તર્કો પણ સ્વાભાવિક રીતે જ સામે આવે. એવી દલીલ પણ થાય કે જુના જમાનામાં તો આખી આખી રાત ગરબા ગવાતા, ગરબીઓ થતી અને લોકો મન ભરીને નવરાત્રિની મોજ માણતા, તો હવે કેટલાક લોકો મોડી રાત્રિ સુધી ચાલતા ગરબાનો વિરોધ કેમ કરતા હશે?

હકીકતે રાસ-ગરબા વગેરે આખી રાત રમાય કે નવરાત્રિ ધામધૂમથી ઉજવાય, તેની સામે કોઈને ય વાંધો હોઈ જ ન શકે, અને જુના જમાનાથી રાતભર ગબા રમાતા આવ્યા છે, તે હકીકત છે, પરંતુ તફાવત એટલો જ છે કે જુના જમાનામાં એક વ્યક્તિ તબલા-મંજીરાના તાલે તાલે ગરબા ગવડાવતા અને ફરતે ગરબે રમતા લોકો તેને સામૂહિક રીતે ઝીલતા, જ્યારે માઈક આવ્યા, તે પછી પણ એકાદ ભૂંગળું રાખીને મર્યાદિત અવાજ (ધ્વનિ) સાથે ગરબા ગવાતા, જ્યારે આજે ખૂબ જ મોટા અવાજના ભૂંગળા કે ડી.જે. વગેરે ઉપકરણો દ્વારા માપદંડો કરતા ઘણાં જ ઊંચા અવાજે ગરબા ગવાતા હોય કે પછી ગીત-સંગીત-ફિલ્મી ઢબે મોટા અવાજે નૃત્યગીતો ગુંજતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે રાત્રિઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બીમાર લોકો તથા વયોવૃદ્ધ લોકો વગેરેને તેથી તકલીફ પડે, તેથી જે આલોચના થાય, તેને પોઝિટિવ (હકારાત્મક) ઢબે સ્વીકારીને માત્ર મોટા અવાજે-લોકો, દર્દીઓ, વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તેવી રીતે ભલે ને આખી રાત ગરબા રમાય, તેમાં પણ કોને વાંધો હોય?

અહીં એ ધ્યાન ખેંચવું પણ જરૃરી છે કે ટ્રાફિક અવરોધાય, લોકોને રોજીંદા અવરજવરમાં તકલીફ પડે કે પછી આખા માર્ગો જ બંધ થઈ જાય, તેવી રીતે થતાં આયોજનો સંદર્ભે પણ સ્વયં શિસ્ત જરૃરી છે, ખરૃ કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh