Advertisement
Author: નોબત સમાચાર

ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ તથા પ્રવાસન સ્થળોની સફાઈ થશેઃ જન આંદોલન બનાવવા અનુરોધ

રર મી ઓકટોબરે સમગ્ર રાજ્યમાં

ગાંધીનગર તા. ૧૮ઃ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં  'સ્વચ્છતા હી સેવા' અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે.

ગુજરાતમાં આગામી ર મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર  સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને પરિણામે આ ઝુંબેશ જન આંદોલન બની છે.

રાજ્ય સરકાર દ્વારા તા. ૧૬ ઓકટોબરથી ર૧ ઓકટોબર દરમિયાન પણ સફાઈ ઝુંબેશ માટે આગોતરું આયોજન કરાયું છે. આ અઠવાડિયામાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડિંગ, પુરાતત્વીય સાઈટ, મહાપુરૃષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો અને સમુદ્ર કિનારાની સફાઈ હાથ ધરવામાં આવશે. જ્યારે રર ઓકટોબર અને રવિવારના રાજયના ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવશે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌને અનુરોધ કરાયો છે.

ગુજરાત સરકાર દ્વારા અત્યારે પણ સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ રીતે દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કચરા એકત્રીકરણની પ્રવૃત્તિ વધુ સઘન બનાવવામાં આવી છે. કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થાને પણ સુચારૃ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તાર ઉપરાંત ગામડાઓમાં પણ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે.

આગામી સમયમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો કે પ્રવાસન સ્થળો અથવા કોઈપણ સ્થાન ઉપર કચરો ન દેખાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે. ઘરથી લઈ માર્કેટ સુધી ઉત્પન્ન્ થતા કચરાનો તે જ દિવસે ડમ્પ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ઉકરડાના આખરી નિકાલ માટે પણ ગોબરધનની વ્યવસ્થા ઉભી કરવા માટેનું રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh