Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર અંતર્ગતના
જામનગર તા. રઃ જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર અંતર્ગતના ૩૬ ગુજરાત બટાલિયન એનસીસી ભૂજ દ્વારા ર૭ મે થી પ જૂન સુધી એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભૂજ નજીક નારણપરમાં આયોજિત આ ૧૦ દિવસીય કેમ્પમાં કચ્છ અને જામનગરના પ૦પ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. કેમ્પ દરમિયાન યુવા કેડેટ્સને ડ્રીલ, ફાયરીંગ, મેપ રીડીંગ, સંવાદની કળા, ઈમરજન્સી વખતે ફર્સ્ટ એઈડ વગેરે જેવી એનસીસીની તાલીમ આપવામાં આવશે.
૩૧ મે ના આ કેમ્પમાં લશ્કરી તાલીમ ઉપરાંત જિલ્લા અધિકારીઓ અને તબીબી કર્મચારીઓની મદદથી નાગરિક સંરક્ષણ કવાયત પણ યોજાઈ હતી. ૧ જૂનના ડ્રગ ઝુંબેશ પર એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વિદ્યાર્થીઓમાં ડ્રગ્સના દુરૂપયોગનું પ્રમાણ ઘટાડવા, શૈક્ષણિક પ્રદર્શન અને શાળામાં હાજરી સુધારણા, વિદ્યાર્થીઓ વાલીઓને સ્ટાફ વચ્ચે વાતચીત અને વિશ્વાસ સેતુ બાંધવા, સુરક્ષાના આયામો વધારવા તેમજ શાળા-કોલેજ દ્વારા સહયોગપૂર્ણ વાતાવરણ પૂરૃં પાડવામાં મદદ કરશે. ઉપરાંત 'એક ઘેડ મા કે નામ' ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ર૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. જે પ્રકૃતિના સંરક્ષણમાં ખૂબ મદદ કરશે. કેમ્પ દરમિયાન પ્રદેશની સ્થાનિક કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કચ્છી ચિત્રો અને માટીકામના વર્ગો પણ યોજવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial