Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા અઠવાડિયાથી ભાંભરૂ પાણી
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા એકાંતરે પાણી વિતરણમાં આપવામાં આવતું પીવાનું પાણી છેલ્લા અઠવાડિયાથી અલગ જ સ્વાદનું 'ભાંભરૂ' પાણી આવતું હોવાની શહેરભરમાંથી વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે.
જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે ચોખ્ખું (ડહોળું નહીં) તો હોય જ છે, પણ સ્વાદમાં નગમતો ફેરફાર થઈ ગયો છે.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને બફારાના વાતાવરણમાં મનપા દ્વારા વિતરણ થયેલા પીવાના પાણીને પીવાથી ન તો સંતોષ થાય છે કે ન તો તરસ છીપાય છે. વધારામાં પાણી ભાવે જ નહીં તેવો સ્વાદ થઈ ગયો છે.
હાલ ઉનાળાની સિઝન, ભારે પવન, ડબલ સિઝન, કોરાનાની વધી રહેલી ચિંતા જેવા માહોલમાં મહાનગરપાલિકા તંત્રએ શહેરીજનોને શુદ્ધ અને મીઠું પીવાનું પાણી વિતરણ કરવાની ચિવટ રાખવાની જરૂર છે.
અને છેલ્લા અઠવાડિયાથી ભાંભરૂ પાણી શા માટે વિતરણ થાય છે? તેનો ખુલાસો કરવો જોઈએ તેમજ પાણીની શુદ્ધતા-સ્વાદ અંગે નિયમિતરીતે નિયમોનુસાર કડક ચેકીંગ કરી ગુણવત્તાની ચકાસણી કર્યા પછી જ પાણી વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.
આપણા મ્યુનિ. કમિશનર કે અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓએ શહેરીજનોના આરોગ્ય સાથે સાવ સીધી રીતે જોડાયેલા આ મુદ્દા અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી શુદ્ધ અને ભાંભરૂ કે બેસ્વાદ નહીં તેવું પીવાનું પાણી નિયમિતરીતે વિતરણ થાય તે અંગે સજાગ રહી પગલાં લેવાની જરૂર છે. આ ઉપરાંત ભાંભરા પાણી અંગે સત્તાવાર ખુલાસો કરી પાણી સ્વચ્છ અને પીવાલાયક છે તેવી સત્તાવાર જાહેરાત કરવાની પણ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial