Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રાઈવરની સમયસૂચકતાનો વીડિયો અન્ય વાહનચાલકે ઉતારીને વાયરલ કર્યોઃ ફિલ્મી દૃશ્યો સર્જાયા
જામનગર તા. રઃ જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે સાંજે ઘાસ ભરેલો એક ટેમ્પો ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈન નીચે આવી ગયો હતો અને તણખો પડવાથી તેમાં રહેલું ઘાસ સળગવા લાગ્યું હતું. જે સળગતા ઘાસ ભરેલા ટેમ્પોના ચાલકે સમયસૂચક્તા વાપરીને ટેમ્પોને ડેમના પાણીમાં ઉતારી દીધો હતો અને આગ બુઝાવી હતી. પોતે નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ત્યાંથી પસાર થનાર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને તે સોશિયલ મીડિયામાં ફરતો થવાથી ટેમ્પો ચાલકની સમયસૂચક્તા ચર્ચાનો વિષય બની હતી. વાહનચાલકે પોતાનું વાહન ડેમના પાણીમાં ડેમની અંદર ઉતારી દીધું હતું અને પોતે છલાંગ મારીને પાણીમાં ઉતરી ગયો હતો. ત્યારપછી તેણે ડેમના પાણીથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારપછી આગ કાબૂમાં આવી ગઈ હતી અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. આગજનીની ઘટના સમયે સળગતા ટ્રકની પાછળની નીકળનારા અન્ય વાહનચાલકો કે જેઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને ગઈકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો અને ડ્રાઈવરની સમયસૂચક્તાની અનેક ચર્ચાઓ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial