Advertisement
Author: નોબત સમાચાર

ફ્લાય ઓવરના કામમાં ખખડધજ ડાયવર્ઝનથી નગરજનો ત્રાહિમામ્

ડાઈવર્ઝનનો માર્ગ નક્કી કરતી વખતે જ શા માટે વ્યવસ્થિત માર્ગ બનાવાયો નહીં?

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરમાં ફ્લાય ઓવરનો મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ વિકાસ કામના કારણે કામ ચાલુ હોય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાઓ મુજબ થોડીઘણી તકલીફો તો સહન કરવાની જ હોય...

પણ ફ્લાય ઓવરના કામમાં અંબર ચોકડી પાસે રસ્તા ઉપર જ્યારે સ્લેબ ભરવાનું નક્કી થયું ત્યારે ડાયવર્ઝન કાઢવાની જરૂર તો પડે જ. આથી ત્રણબત્તી-ડીએસપી બંગલાથી જી.જી. હોસ્પિટલ જવા માટે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું... અને તે જ રીતે અંબર તરફથી જુના રેલવે સ્ટેશન-ત્રણબત્તી તરફ જવાનું ડાયવર્ઝન કાઢવામાં આવ્યું જે અંગેનું મ્યુનિ. કમિશનરે જાહેરનામું પણ નિયમોનુસાર બહાર પાડ્યું...

પણ આપણાં મનપા તંત્રની બલિહારી એ છે કે ડાયવર્ઝનની વૈકલ્પિક વ્યવસ્થાનું જાહેરનામું તો બહાર પાડી દીધું... પણ કોઈએ આ ડાયવર્ઝનનો માર્ગ કેવો છે તે જોવાની દરકાર કરી નથી. પરિણામે લગભગ છેલ્લા દોઢેક મહિનાથી નગરજનો આ ખાડાખબડાવાળા, અણિયારા પાણાવાળા, સાંકડા માર્ગ પરથી ભારે પરેશાની ભોગવવીને અવરજવર કરી રહ્યા છે.

આ ડાયવર્ઝનમાં ત્રણ બત્તીથી અંબર ટોકીઝ-જી.જી. તરફ જવા માટેનું ડાયવર્ઝન તો અત્યંત બિસ્માર છે. તેમાં ય વળી ચાર-ચાર ખૂણા ઉપર જોખમી વળાંકો આવે, ડો. પાઢની હોસ્પિટલવાળા કોમ્પલેક્ષના ખૂણે વળાંક ઉપર જ રિક્ષાના થપ્પા લાગ્યા હોય, વળાંક લીધા પછી પણ ગાબડા પરથી વાહનો ચલાવવા પડે તેવી અત્યંત કફોડી અને મુશ્કેલીથી ભરપૂર સ્થિતિ છે.

આ ડાયવર્ઝન કાઢ્યા પછી બે-ચાર દિવસમાં કમ-સે-કમ ખાડા પૂરાઈ જશે, વચ્ચેના ભાગનો મોટો ખાડાવાળો ભાગ સરખો થશે તેવી લોકોને અપેક્ષા સ્વાભાવિક રીતે જ હતી, કારણ કે દરેક વૈકલ્પિક વ્યવસ્થા પહેલા ફરીથી થાય પછી જ તેનો ઉપયોગ કરવાની જાહેરાત થતી હોય છે... પણ હજી સુધી આ ડાયવર્ઝનનો માર્ગ ખૂબ જ બિસ્માર છે અને સ્લેબ નીચેનો માર્ગ ક્યારે ખુલ્લો થશે તે નક્કી નથી ત્યારે વહેલામાં વહેલી તકે અંબર ચોકડી પાસેના બન્ને તરફના ડાયવર્ઝનના માર્ગ પરના ખાડા પૂરી, રસ્તાને વ્યવસ્થિત કરવા ઉગ્ર માંગણી ઊઠવા પામી છે.

સૌથી નવાઈની વાત એ છે કે ગુરુદ્વારા ચોકડીથી ચર્ચ સુધીનો માર્ગ રાતોરાત કોઈની ભલામણથી ડામર રોડ કરી દેવાયો... ત્યારે પણ કમ-સે-કમ આ ડાયવર્ઝનના માર્ગ ઉપર પેચવર્ક કરી દેવાયું હોત તો રાહત થઈ જાત.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh