Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈપીએલ-ર૦રપ
અમદાવાદ તા. રઃ આઈપીએલ-ર૦રપ માં ગઈકાલે રમાયેલા મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના ક્વોલીફાયર-ર મેચમાં પાંચ-પાંચ વખત ચેમ્પિયન થયેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પંજાબ કિંગ્સે પરાજીત કરી વટભેર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
પંજાબ કેપ્ટન શ્રેયસ અયરે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈની ટીમે નિર્ધારીત ર૦ ઓવરમાં ર૦૩ રનનો પડકારજનક જુમલો ખડકી દીધો હતો.
જેના જવાબમાં પંજાબ કિંગ્સે ૧૯ મી ઓવરમાં જ ર૦૭ રન કરી લેતા તેનો પાંચ વિકેટે વિજય થયો હતો. પંજાબ તરફથી ઈંગ્લીશે ૩૮ રન, વાઢેરાએ ૪૮ રન કરી પંજાબના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, પણ... સમગ્ર વિજયનો હિરો પંજાબનો કેપ્ટન શ્રેયસ અયર રહ્યો હતો. તેણે માત્ર ૪૧ દડામાં આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે અણનમ ૮૧ રન કરી પંજાબને ફાઈનલમાં પહોંચાડી દીધું હતું.
આ વખતની આઈપીએલમાં ફાઈનલમાં પહોંચેલી બન્ને ટીમમાંથી કોઈ ટીમ આઈપીએલમાં ચેમ્પિયન થઈ નથી. એટલે આ વખતની આઈપીએલને નવી ચેમ્પિયન ટીમ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial