Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાથી પરોડીયાનો માર્ગ અતિ બિસ્માર
સલયા તા. રઃ સલાયાથી પરોડીયા જતા રોડની હાલત ખૂબજ ખરાબ હોઈ પરોડીયાના ગ્રામજનો તેમજ સલાયાના લોકો દ્વારા અવારનવાર આ બાબતે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે.
આ રોડનંુ કામ ૧૭ વર્ષ પહેલા થયું હતું જે પછી હાલ આ રોડ છે એવું ક્યાંય જણાતુ જ નથી. સદંતર જીર્ણ થયેલ આ રોડની હાલત એટલી ખરાબ છે કે ત્યાંથી ચાલીને જવામાં પણ મુશ્કેલી પડે છે. પરોડીયાના લોકોએ જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં માંગણી કરી છે.
જેમાં જણાવ્યા અનુસાર આ મંજુર થયેલ રોડનું કામ જો ૧૫ દિવસની અંદર ચાલુ નહીં કરાય તો ન છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ રોડની હાલત એટલી હદે ખરાબ હોય, ત્યાં અવારનવાર અકસ્માતો થાય છે. કેટલાય લોકોને એમાં ફ્રેક્ચરો થયા છે. આમ આવી ખરાબ હાલત હોવા છતાં તંત્રને કોઈ દરકાર ન હોય એટલે આ કામ ચાલુ થયું નથી. તો તુરંત કામ ચાલુ થાય એવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial