Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરૂણાચલ પ્રદેશમાં ૬ જૂન સુધી રેડએલર્ટઃ રાહત કેમ્પો શરૂ
નવી દિલ્હી તા. રઃ સિક્કિમ-મણિપુર સહિતના ઉ. પુર્વના રાજ્યોમાં વરસાદથી હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદથી ૩ર ના મોત થયા છે અને ૩૩૦૦ થી વધુ મકાનો ધરાશાયી થયા છે. ચોતરફ જળબંબાકાર સર્જાયો છે.
ઉત્તર-પૂર્વિય રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. મણિપુરમાં વરસાદે તબાહી મચાવી છે. પૂરની સ્થિતિમાં ૧૯ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ સત્તાવાર માહિતી આપી છે.
છેલ્લા ચાર દિવસમાં સતત વરસી રહેલા અનારાધાર વરસાદના કારણે પૂર આવતા ૩ર લોકોના મોત થયા છે. ૩૩૬પ ઘર તણાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈમ્ફાલના પૂર્વિય જિલ્લામાં અનેક રાહત શિબિર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદના કારણે મણિપુરના સેનાપતિ જિલ્લાની સાથે સાથે ઈમ્ફાલના પુર્વિય જિલ્લા હિનગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ નુક્સાન થયું છે. તદુપરાંત આસામ, સિક્કિમ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ મુશળધાર વરસાદ, પૂર, અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. સિક્કિમમાં ફસાયેલા પર્યટકોને પોલીસ, સ્થાનિકો, વન કર્મીઓ અને લાચુંગ હોટલ એસોસિએશન દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
લાયુંગ હોટલ એસોસિએશનના અધ્યક્ષ ગ્યાત્સો લાચુંગપા સ્થાનિક પ્રશાસનના સહયોગમાં અટવાયેલા લોકોને બહાર સુરક્ષિત ખસેડી રહ્યા હોવાનું જાણવા મળે છે. અરૂણાચલ પ્રદેશમાં સેનાએ અત્યાર સુધીમાં ભારે વરસાદમાંથી ૧૪ લોકોને બચાવ્યા છે. અનેક રસ્તાઓ, ગામડાંઓમાં પાણી ફરી વળતા ભારતીય વાયુ સેનાએ બચાવ કામગીરી હાથ ધરવી પડી છે, જેમાં અરૂણાચલ પ્રદેશના નિચાણવાળા વિસ્તાર દિબંગ ખીણમાં પૂરગ્રસ્ત બોમઝીર નદીમાં ફસાયેલા ૧૪ લોકોને બચાવવામાં આવ્યા છે.
ગુવાહાટીના રક્ષા જનસંપર્ક અધિકારી અનુસાર આસામ અને અરૂણાચલ પ્રદેશની રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બચાવ અભિયાન શરૂ કર્યા છે. તેમજ લોકોને નિચાણવાળા વિસ્તારમાં ન જવા આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તર-પૂર્વિય રાજ્યોમાં મુશળધાર વરસાદના કારણે સર્જાયેલા વિનાશ અનેક લોકો ગુમ થયા છે. સેપ્પા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં હાઈવે પર પૂરના કારણે સાત લોકોના મોત થયા હતાં.
કેન્દ્રિય ગૃહમંત્રીએ આ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. આઈએએફએ એમઆઈ-૧૭ હેલિકોપ્ટરની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ માટે ૬ જૂન સુધી રેડ એલર્ટ જારી કર્યું છે. છ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial