Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ શેફ કુકીંગ એકેડેમી દ્વારા
જામનગર તા. રઃ જામનગરના આંગણે સમગ્ર ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ વખત કુકીંગ સ્પર્ધાનું મેગા આયોજન કરવામાં આવ્યું હતું. ધ શેફ કુકીંગ એકેડેમી દ્વારા આરામ હોટલમાં જામનગર શહેર-જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાઈઓ-બહેનો માટે અનોખી વાનગી સ્પર્ધા 'અન્નપૂર્ણા આઈડોલ-ર૦રપ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, ડો. વિરલભાઈ છાયા ઉપસ્થિત રહ્યા હતાં.
આ સ્પર્ધામાં ર૦૦ થી વધુ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતાં.
આ અનોખી સ્પર્ધામાં જામનગરના કુકીંગ એક્સપર્ટ સાધનાબેન ભાઠાનું આયોજકો તથા મહાનુભાવોના હસ્તે અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજક તન્વીબેન છાયા, પ્રોજેક્ટ ઈન્ચાર્જ સોનલબેન નાણાવટી તેમજ તેમની ટીમના શીલ્પાબેન માધવાણી, હેતલબેન બુચ, રીટાબેન પારેખ, ધ્વનીબેન ધોળકિયા, નિશાબેન અસવાર, હેમાંગીબેન જોષી વગેરેએ જહેમત ઊઠાવી હતી. આ મેગા કુકીંગ સ્પર્ધાના મીડિયા પાર્ટનર તરીકે 'નોબત', ડિજિટલ પાર્ટનર 'ડીએમ' તથા વન્ડર શેફના ડીલર હીનાબેન ઓઝાએ સહકાર આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial