Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાત્રાણા પાસે બાઈકને બોલેરોએ હડફેટે લીધું:
જામનગર તા. ૨: ભાણવડ ત્રણ પાટીયા પાસે જામનગરના એક દંપતીના સ્કૂટરને સામેથી આવતું બાઈક ટકરાઈ પડતા ત્રણેય વ્યક્તિ ઘવાયા છે. જ્યારે શનિવારે રાત્રે ખંભાળિયાના દાત્રાણા ગામ પાસે આગળ જતાં બાઈકને પાછળથી બોલેરોએ ઠોકર મારી અકસ્માત સર્જયો છે.
જામનગરના ગોકુલનગર નજીક પાણાખાણ શેરી નં.પમાં રહેતા ડોલરભાઈ મંગાભાઈ લીંબડ તથા તેમના પત્ની ક્રિષ્નાબેન લીંબડ શનિવારે સવારે ભાણવડ નજીક ત્રણ પાટીયા પાસેથી ૨૭૮૪ નંબરના એક્સેસ સ્કૂટરમાં જતા હતા.
આ વેળાએ જીજે-૧૦-બીએફ ૪૪૬૭ નંબરના મોટરસાયકલના ચાલકે અકસ્માત સર્જતા ડોલરભાઈ, ક્રિષ્નાબેનને ઈજા થઈ છે. જ્યારે બાઈકચાલક પણ ઘવાયો છે. તેની સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના રણછોડભાઈ કાનાભાઈ સોનગરા શનિવારે રાત્રે જીજે-૩૭-ક્યુ ૯૨૮ નંબરના બાઈકમાં બેરાજા ગામ તરફ જતા હતા ત્યારે દાત્રાણા ગામના પાટીયા પાસે ગંગારામ આશ્રમ નજીક જીજે-૧૮-બીવી ૬૨૪૪ નંબરની બોલેરોએ પાછળથી ટક્કર મારી હતી. ઈજા પામેલા રણછોડભાઈને સારવારમાં ખસેડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial