Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેરળમાં સૌથી વધુ કેસઃ ગુજરાતમાં કોરોનાએ ત્રણ વર્ષ પછી બે દર્દીઓનો લીધો જીવઃ
નવી દિલ્હી તા. રઃ ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સક્રિય કેસ ૪૦૦૦ ની નજીક પહોંચ્યા છે, અને દર્દીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે. દિલ્હીમાં દૈનિક કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની ગતિ તેજ બનતા ચિંતાનો માહોલ છે.
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ ના સક્રિય કેસોની સંખ્યા ઝડપથી વધીને ૪૦૦૦ ની નજીક પહોંચી ગઈ છે, જે સ્વાસ્થ્ય તંત્ર માટે પડકારરૂપ બની છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ રવિવાર (૧ જૂન) સુધીમાં દેશમાં કોરોનાના કુલ ૩૯૬૧ સક્રિય કેસ નોંધાયા છે.
આ ભયાવહ સ્થિતિ વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં કોરોનાને કારણે ૪ લોકોના દુઃખદ મોત પણ થયા છે, જેથી હાહાકાર મચ્યો છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ ૪૭ નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસો સાથે દિલ્હીમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા ૪૮૩ પર પહોંચી ગઈ છે, જે રાષ્ટ્રીય રાજધાની માટે ગંભીર સંકેત છે.
જો કે, દેશભરમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળ રાજ્યમાં જોવા મળી રહ્યા છે. જ્યાં કોરોનાના ૧૪૩પ સક્રિય દર્દીઓ હાલ સરાવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોના કુલ ૩૩૮ કેસ હાલ એક્ટિવ છે. જેમાં અમદાવાદમાં ર કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા હોવાની વાત સામે આવી છે. કોરોનાથી ૧૮ વર્ષિય ગર્ભવતી યુવતીનું મોત અને કોરોનાના કારણે ૪૭ વર્ષિય મહિલાનું મોત થયું છે. અમદાવાદમાં હાલ ૧૯૭ કોરોનાના એક્ટિવ કેસ છે, તો ગુજરાતમાં ર૪ કલાકમાં પ૦ નવા કેસ સામે આવ્યા, જેમાં સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત કોરોનામાં ત્રીજા ક્રમે છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ૧૮ વર્ષિય ગર્ભવતી યુવતી અને ૪૭ વર્ષિય મહિલાનું એલજી હોસ્પિટલમાં મોત થયું છે. યુવતીને શ્વાસોશ્વાસની તકલીફ અને મહિલાને હાઈપર ટેન્શન-બીપી હતું જેના કારણે તેમનું મોત થયું છે. તો સ્થાનિકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ પહેલા જેમ કાળજી રાખતા હતાં તેમ કાળજી રાખવી જરૂરી છે.
રાજકોટમાં પણ કોરોનાએ માથુ ઊંચક્યું છે અને કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા છે. ૩ પુરુષ અને ૪ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૯ મે થી અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ ૪૪ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે, જેમાં ૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૬ દર્દી સ્વસ્થ થયા છે. તમામ દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial