Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી પાવાગઢ, વડોદરા, ફાગવેલ અને ડાકોરના પ્રવાસનું આયોજન

જામનગર ન્યૂઝ પેપર વિતરક મંડળ દ્વારા

જામનગર તા. ર૪ઃ વર્ષના ૩૬૦ દિવસ અને તે પણ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં કામ કરતા જામનગરના ન્યૂઝ પેપરના વિતરકો દર વર્ષે માત્ર એક જ વખત ર૬ જાન્યુઆરીએ પ્રવાસે જાય છે. સદાય હૈયે વિતરકોના હિતને લઈને ચાલતી જામનગરના ન્યૂઝ પેપર વિતરકોની સંસ્થા જામનગર ન્યૂઝ પેપર વિતરક મંડળ દ્વારા દર વર્ષની જમ આ વર્ષે સતત ૧૮ મા વર્ષે જામનગરથી પાવાગઢ, વડોદરા, ફાગવેલ અને ડાકોરના પ્રવાસનું આયોજન કરાયું છે. વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા માટે પ્રમુખ એલ.પી. જાડેજા (મો. ૯૮ર૪ર ૪૮૩૭૩), ઉપપ્રમુખ દિનેશ જે. ચોખલિયા (મો. ૯૪ર૮૭ ર૭૬૪૭), મહામંત્રી સુરેશ આર. રૃપારેલ (મો. ૯૭ર૩૬ ૯૦૧૮પ), પૂર્વ પ્રમુખ કે.પી. જાડેજા (મો. ૯૩ર૮૧ ૦૪૧૮ર), ખજાનચી દિલાવરભાઈ બ્લોચ (મો. ૬૩પપ૪ રપર૧પ) તેમજ કારોબારી સભ્યો સમીર ચોખલિયા (મો. ૯૮૭૯ર ૬૪૧૮૪), વિપુલ વાઢેર (મો. ૯૬૩૮પ ૧પ૦૧૬) નો તા. રપ જાન્યુઆરી સુધીમાં સંપર્ક કરવો. પ્રવાસ માટે જવા તા. ર૬-૧-ર૦ર૩ ના સાંજે ૭ વાગ્યે ઝુલેલાલ મંદિર, ત્રણબત્તીથી બસ ઉપડશે અને તા. ર૭ ના રાત્રે પરત ફરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળમાં પણ એક પણ દિવસ એવો નહીં હોય કે જામનગરવાસીઓના આંગણે અખબાર આવ્યું ન હોય. આવા સભ્યોનું બહુમાન કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh